ગુજરાત પોલીસ બેડામાં આનંદો: એકસાથે 233 PSI ને પ્રમોશન, જુઓ સંપૂર્ણ યાદી

ADVERTISEMENT

Gandhinagar news
Gandhinagar news
social share
google news

Gandhinagar news: ગુજરાતમાં ઘણા સમયથી  PSI અને  PI ને પ્રમોશન મળવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. રાજ્યમાં ફરજ બજાવતા વર્ગ-3 ના પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2 નું પ્રમોશન આપવામાં આવ્યું છે. આજે રાજ્યમાં  ફરજ બજાવતા 233 PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી છે. ત્યારે પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી પ્રકાશિત કરી છે. છેલ્લા કેટલાય સમયથી બિનહથિયારધારી PSI પોતાની PI તરીકેની બઢતીની આશા રાખીને બેઠા હતા. ત્યારે આજે પોલીસ વડાની ઓફિસ દ્વારા દ્વારા બઢતીના આદેશ રવાના કરવામાં આવ્યો છે.

233 PSI ને પ્રમોશન

આ બઢતીમાં વિવિધ જિલ્લા અને શહેરોમાં ફરજ બજાવતા અધિકારીઓ સામેલ છે. જેમાં અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર જેવા મોટા શહેરો ઉપરાંત અમરેલી, ડાંગ, પંચમહાલ જેવા જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે.

 

ADVERTISEMENT

 

જુઓ સંપૂર્ણ યાદી: View PDF

ADVERTISEMENT

 

ADVERTISEMENT

 

 

    follow whatsapp

    ADVERTISEMENT