કોંગ્રેસમાં કોઇએ ગભરાવાની જરૂર નથી, કોઇની ટિકિટ નહી કપાય: દિગ્ગજ નેતાનું નિવેદન

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદા : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. તેવામાં તમામ પક્ષો પોતાના પટ્ટા પછાડી રહ્યા છે. તેવામાં આમ આદમી પાર્ટી સૌથી વધારે આક્રમક મુડમાં જોવા મળી રહી છે. આપ દ્વારા હવે ડોર ટુ ડોર કેમ્પેઇન પણ લોન્ચ કરી દીધું છે. જો કે તેવામાં ગુજરાત કોંગ્રેસ હજી પણ પ્રમાણમાં નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસનો આંતરિક કલહ પણ સર્વસામન્ય બાબત છે. તેવામાં કેટલાક નેતાઓ પોતાની ટિકિટો કપાશે તેવી ભીતિના કારણે પાર્ટીનું કામ કરતા પહેલા હાથ પાછો ખેંચી રહ્યા છે.

આંતરિક અસંતોષ ખાળવા માટે કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ
જો કે આજે કોંગ્રેસનાં દિગ્ગજ અને વિપક્ષનાં નેતાએ નિવેદન આપીને તમામને સાંત્વત કરી દીધા હતા. સુખરામ રાઠવાએ જણાવ્યું કે, આ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઇની પણ ટિકિટ નહી કપાય. તમામ ધારાસભ્યોના પ્રદર્શનનું મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. કોઇ પણ હાલના ધારાસભ્યને પરેશાન કરવામાં નહી આવે. હું પણ ચૂંટણી લડીશ અને અન્ય નેતાઓ પણ લડશે જ માટે કોઇએ ગભરાવાની જરૂર નથી.

રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા કોંગ્રેસમાં સાફસફાઇ શરૂ
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ કોંગ્રેસમાં જુથવાદ પણ વધી રહ્યો છે આ ઉપરાંત અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. તેવામાં વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાનું આ નિવેદન ખુબ જ મહત્વપુર્ણ છે. તેઓ એક પ્રકારે અસંતોષ ખાળવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધી પણ ગુજરાત પ્રવાસે આવવાનાં છે ત્યારે સંગઠનની મજબુતી દેખાડવા માટે તમામ નેતાઓ હાલ બળતી આગ પર પાણી છાંટી રહ્યા છે.

ADVERTISEMENT

કાર્યકારી પ્રમુખ હિંમતસિંહે પણ ટિકિટ અંગે આપ્યું મોટુ નિવેદન
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હિંમતસિંહે પણ આ જ પ્રકારનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, તમામ ધારાસભ્યોની કામગીરીનું મુલ્યાંકન ચાલી રહ્યું છે અને સંકલન પણ થઇ રહ્યું છે. નીતિ થોડા સમય બાદ જાહેર કરીશું પરંતુ મોટેભાગે કોઇની ટિકિટ કાપવામાં નહી આવે. તમામ જીતેલા ઉમેદવારોને ફરી એકવાર લડાવવામાં આવશે

(વિથ ઇનપુટ નરેન્દ્ર પેપરવાલા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT