હવે મફતના વચનો નહી ચાલે! વચન સાથે હિસાબ પણ આપવો પડશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : મફતની રેવડી અને જાહેરાતોથી કંટાળેલા ચૂંટણી પંચે હવે આકરા પગલા લેવાની શરૂઆત કરી દીધી છે. હવે કોઇ પણ રાજકીય પક્ષ દ્વારા માત્ર જાહેરાતો કરવામાં આવે તે નહી ચાલે પરંતુ તેની સાથે સાથે તેની પાછળ થનારો કુલ ખર્ચ અને તે નાણા ક્યાંથી આવશે તે અંગેની માહિતી પણ જાહેર કરવાની રહેશે. માત્ર જાહેરાતો કરી દેવાથી કામ નહી ચાલે.ચૂંટણી પંચ દ્વારા આ અંગે રાજનીતિક દળોને પત્ર લખીને જાણ પણ કરવામાં આવી છે. ચૂંટણી ઢંઢેરામાં તાર્કિક, વ્યવહારીક અને જે યોજના ધરાતલ પર ઉતારી શકાય તેમ હોય તેની જ જાહેરાત કરે.

ચૂંટણી કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓની બેઠક
મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમાર અને અનુપચંદ્ર પાંડેની આગેવાનીમાં આયોજીત બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, ચૂંટણી ઢંઢેરામાં વાસ્તવિક અને તાર્કિક અને ધરાતલ પર ઉતરી શકે તેવી હોય તેવી યોજનાની જ જાહેરાત પાર્ટીઓ કરી શકશે. જેથી હવે નાણામંત્રાલય, ભારતીય રિઝર્વ બેંક, એફઆરબીએમ, સીએજી વગેરેની ગાઇડલાઇન પર આધારિત હોવી જોઇએ.

કોઇ જાહેરાત પાછળ થનારો ખર્ચ ક્યાંથી આવશે તેનો હિસાબ આપવો પડશે
ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતામાં પણ અનેક સ્થળોએ પરિવર્તન કરવામાં આવ્યું છે. કલમ 3ના પ્રાવધાન અને 8 એમમાં પરિવર્તન કરવામાં આવ્યું છે.જેથી રાજનીતિક પાર્ટીઓ ચૂંટણી ઢંઢેરામાં પોતાની યોજનાઓ અંગે જણાવવાની સાથે સાથે તે યોજના કઇ રીતે લાગુ થશે અને નાણા ક્યાંથી આવશે તેનો હિસાબ પણ આપવો પડશે. તે કઇ રીતે સફળ તથા વ્યવહારિક રીતે સંચાલીત કરવામાં આવશે તેનો હિસાબ આપવો પડશે. આ ઉપરાંત તેમા થનારા ખર્ચ માટે કોઇ વધારાનો ખર્ચ, ખર્ચામાં ઘટાડો, ક્યાંથી ખર્ચ મુદ્દે કોઇ અન્ય સ્ત્રોતમાંથી નાણા એકત્ર કરવામાં આવશે. આ તમામ બાબતે જનતાને જણાવવું પડશે. જેથી હવે ચૂંટણીમાં વાયદાઓનો વેપાર નહી કરી શકાય. તમામ પાર્ટીઓએ હિસાબ સાથેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવો પડશે.

ADVERTISEMENT

લોકોને રાજનીતિક વિચારધારાવાળી પાર્ટીને પસંદ કરવાની તક મળશે
ચૂંટણી પંચના અનુસાર જનતા અને રાજનીતિક દળો વચ્ચે આ કવાયતના કારણે પારદર્શિતા વધશે. રાજનીતિક દળ આ દિશામાં ગંભીરતાથી વિચારણા કરશે. સામાન્ય મતદાતાઓ પણ સુઝબુઝવાળા દુરદર્શી વિચારધારા એટલે કે વિચારધારાવાળી પાર્ટીને પસંદ કરવાની તક મળશે.

સુપ્રીમ કોર્ટમાં પણ આ પ્રકારનો એક કેસ ચાલી રહ્યો છે
સુપ્રીમ કોર્ટમાં પણ આ ફ્રીની અંધાધુંધ રેવડીનો કેસ ચાલી રહ્યો છે. બે જજની પીઠે સંવૈધાનિક કેસ માનીને ખંડપીઠ પાસે લઇ જવાની ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટમાં અશ્વિની ઉપાધ્યાયની આ જનહિત અરજી અંગે સુનાવણી દરમિયાન ચૂંટણી પંચને પક્ષકાર ન ગણવામાં આવે તેવી અરજી કરી હતી. જો કે હવે આ પગલું ઉઠાવીને પંચે પોતાના સ્પષ્ટ ઇરાદા વ્યક્ત કરી દીધા છે.

ADVERTISEMENT

અભિવ્યક્તિ માટે તમામ લોકો આઝાદ પરંતુ અધિકારની સાથે કેટલીક ફરજો પણ જરૂરી
રાજનીતિક દળો તરફથી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું કે, ચૂંટણી ઢંઢેરા અને વાયદાઓ તો અભિવ્યક્તિના અધિકારનું અંગ છે. આના પર પ્રતિબંધ કઇ રીતે લગાવવામાં આવી શકે છે? જો કે હવે ચૂંટણી પંચે પત્ર લખીને સ્પષ્ટતા કરી દીધી છે કે, તેના પર કોઇ પ્રતિબંધ નથી પરંતુ પદ્ધતી બદલવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT