ગુનેગારો ગમે તેટલો બકવાસ કરે તેનો કોઇ અર્થ નથી: ભાવનગર તોડકાંડ મામલે પાટીલનું મોટુ નિવેદન

ADVERTISEMENT

C.R Patil About Yuvrajsinh jadeja
C.R Patil About Yuvrajsinh jadeja
social share
google news

ભાવનગર : રાજ્યના તોડકાંડ મામલે ગઇકાલે રિમાન્ડ પૂર્ણ થતા જ યુવરાજસિંહને જેલ હવાલે કરી દેવાયા છે. આજે અન્ય આરોપીઓના પણ રિમાન્ડ પુર્ણ થતા તેમને જેલ મોકલી અપાયા છે. તો બીજી તરફ હવે યુવરાજસિંહના સસરાનું નામ પણ સામે આવી રહ્યું છે. જેમાં તેઓ પૈસાનું આંગડીયુ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ રીતે જોઇ શકાય તેવા સીસીટીવી સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં તોડકાંડના કુલ 6 આરોપીઓ જેલમાં છે. ત્યારે ભાવનગર તોડકાંડ મામલે ભાવનગરમાં જ સી.આર પાટીલ દ્વારા મોટુ નિવેદન આપવામાં આવ્યું હતું.

ભાવનગર તોડકાંડ અંગે યુવરાજસિંહ મુદ્દે પાટીલે કર્યો ચોંકાવનારો ખુલાસો
ભાવનગર તોડકાંડ મામલે યુવરાજસિંહ જાડેજા અંગે સી.આર પાટીલને પુછવામાં આવ્યું કે, યુવરાજસિંહે જણાવ્યું કે, આ માત્ર અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથી. આ અંગે પાટીલે જણાવ્યું કે, ગુનેગારો ગમે તેટલો બકવાસ કરે તેનો કોઇ જ અર્થ નથી. યુવરાજસિંહનો તોડકાંડનો મામલો હવે ઘસાઇ ચુક્યો છે. ઘસાઇ ગયેલા ઇશ્યુને હવે શું કરવાનું? પોલીસ પોલીસનું કામ કરી રહી છે. આ અંગે હું વધારે કોઇ ટિપ્પણી કરવા માંગતો નથી. આ નિવેદનના પગલે ફરી એકવાર રાજકારણ ગરમાઇ ચુક્યું છે.

ડમીકાંડ છુપાવવા યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા
અત્રે ઉલ્લેખનીય છેકે, યુવરાજસિંહનું આ સમગ્ર મામલે નામ આવ્યા બાદ મામલો આખો પલટી ગયો હતો. યુવરાજસિંહ જાડેજા સામે સણસણતા આરોપો લગાવતા તેમણે કહ્યું કે, ડમીકાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા હતા. જો કે સુત્રો અનુસાર હવે એક નવો એંગલ સામે આવી રહ્યો છે, જેમાં કહેવાઇ રહ્યું છે કે, બિપિન ત્રિવેદી પણ યુવરાજસિંહની ગેંગના સભ્ય હતા. તે આ તમામ મામલાઓમાં ઉઘરાણી કરતા હતા. જો કે તેઓ વધારે કમિશન માટે માંગ કરી રહ્યા હતા. જો કે યુવરાજસિંહે કમિશન નહી વધરતા તેણે સમગ્ર મામલે ભાંડો ફોડી નાખ્યો હતો. જો કે આ તમામ અપૃષ્ટ વિગતો છે અને માત્ર સુત્રોના હવાલાથી જ સામે આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT