બાગેશ્વર બાબાને લઈ નીતિન પટેલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

ADVERTISEMENT

બાગેશ્વર બાબાને લઈ નીતિન પટેલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
બાગેશ્વર બાબાને લઈ નીતિન પટેલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
social share
google news

અમદાવાદ: બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત થયેલા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતના ત્રણ શહેરોમાં દિવ્ય દરબાર યોજાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ પહેલા વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે.

બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત થયેલા ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ, સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. જેની તારીખો પણ સામે આવી ચૂકી છે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં 2-2 દિવસ બાબાના દિવ્ય દરબાર યોજાશે. આ દરમિયાન રાજકોટ અને અમદાવાદના કાર્યક્રમ પહેલા વિવાદ થયો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને કેન્સર મતડવાથી થી લઈ ડ્રગ્સને લઈ સવાલો કરવામાં આવ્યા છે. બીજી તરફ વિજ્ઞાનજાથાએ પણ વિરોધ દર્શાવ્યો છે. આ સાથે નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બાબા બાગેશ્વને મેં ટીવીના માધ્યમથી અનેક વખત જોયા છે. બાગેશ્વર મુદ્દે પરિચય છે, આ મુદે મને અંગત રસ નથી.

લોકસભાની ચૂંટણીને લઇ આપ્યું નિવેદન
2024ના લોસભાની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપ એક્શન મોડમાં જોવા મળી છે. અમદાવાદમાં આજે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ રહી છે. અમદાવાદના ટાગોર હોલ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં આ બેઠક યોજવામાં આવી છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વિનોદ તાવડે ઉપસ્થિત રહ્યાં છે. આ દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીને લઈ મહત્વનું નિવેદન આપતા નીતિન પટેલે કહ્યું હતું કે, આગામી લોકસભામાં ફરીથી 26 માંથી 26 સીટ ભાજપ જીતશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT