ગુજરાત આવેલા નીતિન ગડકરીએ પટારો ખોલ્યોઃ વડોદરા અને વાપીમાં જાણો શું કરી જાહેરાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક.વડોદરા/કૌશિક જોશી.વલસાડઃ ગુજરાત આવેલા કેન્દ્રી માર્ગ અને પરિવહન તથા હાઈવે વિભાગના મંત્રી નીતિન ગડકરી દ્વારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ નવી યોજનાઓ અંગે પણ જાહેરાત કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના વાપી ખાતે મંત્રી નીતિન ગડકરી દ્વારા આજરોજ વાપી ખાતે રજ્જુ શ્રોફ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન બાદ તેમણે લોકોને સંબોધતા વાપી ખાતેના નવા ફ્લાયઓવર બ્રિજ બ્રિજ ઘોષણા કરી હતી. જ્યારે બીજી બાજુ વડોદરા શહેરના દુમાડ જંક્શન કે જે બ્લેક સ્પોટ તરીકે પ્રખ્યાત હતો ત્યાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નવો ફ્લાય ઓવર બનાવવામાં આવ્યો છે, દેણા અંડરપાસ બ્રિજ બનાવવામાં આવ્યો છે. જેનું લોકાર્પણ પણ નીતિન ગડકરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે શહેરના અન્ય પરિયાજનાઓની પણ ભેટ મળી હતી.

વાપીને શું મળ્યું
ભારત સરકારના કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેના કેબિનેટ મંત્રી નીતિન ગડકરી એ આજે વાપીમાં વલસાડ જિલ્લાની સૌપ્રથમ રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીને આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ અને સંસ્થાના સંસ્થાપક રજ્જુ શ્રોફ અને શાંદ્રા શ્રોફ સહિત વલસાડ જિલ્લાના રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને વાપીના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નીતિન ગડકરીએ યુનિવર્સિટીના આરંભ કરાવતા ઉપસ્થિત લોકોને સંબોધતા તેઓએ વાપીને એક નવા ફ્લાય ઓવર બ્રીજ બનાવવાનું વચન આપ્યું હતું. માત્ર ત્રણ મહિનાની અંદર જ નવા ફ્લાયઓવર બ્રિજ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

લોકોને મુર્ખ બનાવામાં બુદ્ધીનું દેવાળીયુંઃ સુરતમાં ગાંધીજીને હાર ચઢાવવા મુકાયેલી સ્ટીલની સીડિનો રૂ.7.86 લાખ ભાવ

વધુમાં વાપી અને આસપાસના વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન કરતા રોફેલ કેમ્પસમાં હવે રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના આરંભથી આ વિસ્તારના વિદ્યાર્થીઓને ઘર આંગણે જ આધુનિક શિક્ષણની તક મળશે અને આ યુનિવર્સિટી દેશ અને દુનિયામાં નામના મેળવે તેવી પણ નીતિન ગડકરીએ શુભેચ્છા પાઠવી હતી. વાપીના અગ્રણી ઉદ્યોગપતિ અને પદ્મભૂષણ રજ્જુ શ્રોફે પણ યુનિવર્સિટીના હેતુઓ જણાવ્યા હતા. ઘર આંગણે વિદ્યાર્થીઓને ઉચ્ચતમ શિક્ષણ મળે તે માટેના પ્રયાસ કરવામાં આવશે અને એને કારણે વાપી અને આસપાસના ઉદ્યોગોને પણ તેનો ફાયદો થશે તેવું જણાવ્યું હતું.

ADVERTISEMENT

લગ્ન અંગે બ્રિટિશ પ્રધાનમંત્રી સાથે વાત થઈઃ ગડકરી
વધુમાં તેમને લોકોને સંબોધતા કહ્યું હતું કે બ્રિટિશ પાર્લામેન્ટમાં ભાષણ કરવાનો મોકો મળ્યો હતો અને બ્રિટિશ પ્રધાનમંત્રી સાથે મળવાનો પણ મોકો મળ્યો હતો. આ દરમિયાન બ્રિટિશ પ્રધાનમંત્રી દ્વારા તેમને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે તમારા અહીંયા સૌથી મોટી દેશમાં સમસ્યા શું છે, ત્યારે તેમને જવાબ આપતા કહ્યું હતું કે, અમારા દેશમાં પોપ્યુલેશન વધારે હોવાના કારણે ભૂખમરી બેરોજગારી જેવી સમસ્યાઓ મોટી છે. જ્યારે નીતિન ગડકરી દ્વારા બ્રિટિશ પ્રધાનમંત્રીને તેમની સમસ્યા માટે પૂછ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે અમારે ત્યાં લોકો લગ્ન વગર જ રહે છે. અમારી સૌથી મોટી સમસ્યા લોકો અહીં લગ્ન નથી કરતા શું તમારે ત્યાં પણ લોકો લગ્ન નથી કરતા? તેવું બ્રિટિશ પ્રધાનમંત્રીએ કહેતા નિતિન ગડકરીએ જવાબ આપતા કહ્યું હતું કે, અમારે ત્યાં લોકોને સંસ્કાર આપવામાં આવે છે જેના થકી તેઓ લગ્ન વગર એકબીજા સાથે નથી રહેતા. માત્ર અમારા સંસ્કારના કારણે જ અમારા દેશમાં લોકો લગ્ન વગર નથી રહેતા. બીજી તરફ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું નિરીક્ષણ આજરોજ તેમના દ્વારા કરવામાં આવવાનું હતું જેને લઇને આગામી દિવસોમાં સ્ટેટ હાઇવે પર જે પ્રમાણેનું ભારણ છે તેને ઘણું ઓછું કરી દેવામાં આવશે તેવું પણ તેમના દ્વારા ખાતરી આપવામાં આવી હતી.

લગ્નની લાલચ આપી ત્રણ વર્ષ શારીરિક શોષણ: અરવલ્લીની શિક્ષિકાને 2 મહિલા સહિત 7 શખ્સોએ છેતરી

વડોદરાને શું મળ્યું
બે રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનું લોકાર્પણ કરવા માટે વડોદરા આવેલા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વડોદરામાં નેશનલ હાઈવે પર અન્ય સુધારકાર્ય અને નવી પરિયોજનાઓની જાહેરાત કરી હતી. વડોદરાની હદમાં આવતા નેશનલ હાઈવે પરના જાંબુઆ-પોર-બામણગામ પાસેના સાંકડા પુલને ચાર માર્ગીય બનાવવા માટે અને છાણી જંક્શન પર અંડરપાસના નિર્માણ માટે કેન્દ્રીય મંત્રીએ મંજૂરી આપી છે. તેમણે ગૃહ અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને સાંસદ રંજન ભટ્ટની ઉપસ્થિતિમાં વડોદરા નજીક નેશનલ હાઈવે પર આવેલા દુમાડ અને દેણા ચોકડી પર નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજ અને દેણા અંડરપાસ તેમજ સર્વિસ રોડ સહિત રૂ. ૪૮ કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું.

ADVERTISEMENT

દ્વારકાને શં મળ્યું
કેન્દ્રીય મંત્રી ગડકરીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓથી ગુજરાત વિકાસના માર્ગે દેશમાં અગ્રેસર રહેશે. ગુજરાત સાથે જ સમગ્ર દેશમાં વર્ષ-૨૦૨૪ ના અંત સુધી અમેરિકા જેવા રસ્તાઓ અને વૈશ્વિક સ્તરની આંતરમાળખાકીય સુવિધા હશે, તેમ ગૌરવ સહ તેમણે જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, પવિત્ર યાત્રાધામ અને શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. જે આગામી જન્માષ્ટમી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

ADVERTISEMENT

કેન્દ્રીય મંત્રી ગડકરીએ ગુજરાતને વિકસિત અને સમૃદ્ધ રાજ્ય ગણાવી રાજ્યમાં આગામી સમયમાં અમલમાં આવનારા અનેક હાઈવે પ્રોજેક્ટની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, ગ્રીન ફિલ્ડ હાઈ-વેનો આગ્રહ રાખનારા ગડકરીએ ગુજરાતના વિકાસમાં આ રાષ્ટ્રીય રાજમાર્ગો અને આંતરમાળખાકીય સુવિધા યોગદાન આપશે.

    follow whatsapp

    ADVERTISEMENT