કતલની રાત: 93 બેઠકોના મતદારોએ આજની રાત ખાસ રાખવી તકેદારી, તંત્ર રહેશે સતત સતર્ક
ગાંધીનગરઃ બીજા તબક્કાના મતદાનું મતદાન આવતીકાલે સોમવારે ગુજરાતની 93 બેઠકો પર થવાનું છે. આજની રાત્રે આ બેઠકો પર મતદારોના તોડજોડ થાય નહીં તે માટે તંત્રએ…
ADVERTISEMENT
ગાંધીનગરઃ બીજા તબક્કાના મતદાનું મતદાન આવતીકાલે સોમવારે ગુજરાતની 93 બેઠકો પર થવાનું છે. આજની રાત્રે આ બેઠકો પર મતદારોના તોડજોડ થાય નહીં તે માટે તંત્રએ સતત દોડતા અને જાગતા રહેવું પડશે સાથે જ મતદારોએ પણ પોતાની વિવેક બુદ્ધીથી મતનો કોઈ ગેરકાયદે ઉપયોગ થાય નહીં તેની તકેદારી રાખવી પડશે. આ દરમિયાનમાં કમલમ્ ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહત્વની બેઠક કરવાના હોવાની વિગતો સામે આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારનો ઘોંઘાટ સમાપ્ત થયો. ગુરૂવારે પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠકો પર મતદાન થયું છે. હવે બાકીની 93 બેઠકો પર મતદાન સોમવારે થવાનું છે. જેના માટે 833 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ દરમિયાન રવિવારની રાતને રાજકીય ભાષામાં કતલની રાત કહી શકાશે. મતદાનના દિવસની આગલી રાત તંત્ર માટે પણ આ જ કારણે વધુ મહત્વની હોય છે. કોઈ ઉમેદવારો મતદારોને આ રાત્રી દરમિયાન લોભ લાલચ કે કોઈ રીતે મતદાન કરવા માટે ગેરમાર્ગે ન દોરી જાય તે જોવું આજની રાત્રે ખાસ તંત્ર માટે મહત્વનું મનાતું હોય છે. પાંચ વર્ષ પહેલા આ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નિકટની લડાઈ હતી, પરંતુ આ વખતે રાજકીય માહોલ બદલાયો છે. કોંગ્રેસ અને ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે અને સ્પર્ધા ત્રિકોણીય માનવામાં આવી રહી છે. મતદારોએ આવતીકાલે પોતાને લોકશાહીમાં મળેલો સૌથી મજબૂત અધિકારનો ઉપયોગ કરી મતદાન સ્વૈચ્છીક રીતે જવાબદારી સમજીને કરવાનું છે.
આ બેઠકોનો જાણીએ ચિતાર
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકોના 14 જિલ્લાઓ પર મતદાન થવાનું છે. 5 ડિસેમ્બરની સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થવાનું છે. પોતાના બુથ પર પહોંચીને મતદાતાઓ ઈવીએમ થકી પોતાનો મત આપી શકે તે માટે તંત્રએ પણ તૈયારીઓ સતત કરી છે. આ તૈયારીઓ હાલ પુર્ણ થઈ છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો જનરલ 74 બેઠકો છે જ્યારે અનુસુચિત જાતિની 6 અને અનુસુચિત જનજાતિની 13 બેઠકો મળી 93 બેઠકો થાય છે.
મહિલા અને પુરુષ ઉમેદવારો
આ બેઠકો પર રાજકીય પાર્ટીઓ, અપક્ષો સહિત કુલ 833 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગનો ફેંસલો જનતા જનાર્દન કરવાની છે. જે 833 પૈકીના 764 ઉમેદવારો પુરુષ છે જ્યારે મહિલા ઉમેદવારોની સંખ્યા 69 છે. આ બેઠકો પૈકી સૌથી વધુ ઉમેદવારો બાપુનગર બેઠક પર છે જ્યાં કુલ 29 ઉમેદવારો વચ્ચે જંગ છે. બીજી બાજુ સૌથી ઓછા ઉમેદવારો ઈડર બેઠક પર છે જ્યાં ફક્ત 3 ઉમેદવારો વચ્ચે જંગ છે. 93 બેઠકો પર 61 રાજકીય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ છે સાથે જ તેમની સામે અપક્ષ ઉમેદવારો પણ એક પડકાર છે.
ADVERTISEMENT
મતદારો અને મતવિસ્તાર
બીજા તબક્કાની 93 બેઠકોમાં સૌથી મતદારોની સંખ્યામાં સૌથી ઓછી સંખ્યા ધરાવતી બેઠક બાપુનગર છે. જ્યાં કુલ 2,07,461 મતદારો છે. જ્યારે બીજી બાજુ સૌથી વધુ મતદારો ઘાટલોડિયા બેઠક પર છે. આ બંને બેઠકો અમદાવાદની છે. ઘાટલોડિયા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 4,28,542 છે. વિસ્તારની દ્રષ્ટીએ જોઈએ તો 6 ચો. કિમીમાં પુર્ણ થઈ જતો સૌથી નાનો મત વિસ્તાર અમદાવાદની દરિયાપુર બેઠક છે. જ્યારે વિસ્તારની દૃષ્ટીએ સૌથી મોટી બેઠક રાધનપુર બેઠક છે જેનો વિસ્તાર 2544 ચો. કિમી છે. ગુજરાતની બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 2,51,58,730 મતદારો છે. જે પૈકીના 1,29,26,501 પુરૂષ મતદારો, 1,22,31,335 મહિલા મતદારો અને 894 ત્રીજી જાતિના મતદારો છે. તેમાંથી સાવ નાની વયના મતલબ કે 18થી 19 વર્ષની ઉંમર ધરાવતા મતદારોની સંખ્યા 5,96,323 છે. જ્યારે 99 વર્ષથી વધુની ઉંમર ધરાવતા વડીલ મતદારોની સંખ્યા 5412 છે. સેવા મતદારોની કુલ સંખ્યા 18271 છે, જ્યારે એનઆરઆઈ મતદારોની સંખ્યા કુલ 660 છે.
ADVERTISEMENT
મતદાન સ્થળો-મથકો
93 બેઠકો પર ચૂંટણી પંચ દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આ બેઠકો પર કુલ 14975 મતદાન સ્થળો છે, જે પૈકીના 2904 શહેરી વિસ્તારમાં છે જ્યારે બાકીના 12,071 ગ્રામ્ય વિસ્તારોમાં છે. જેમાં કુલ મતદાન મથકોની સંખ્યા 26409 છે, શહેરમાં 8533 અને ગામડાઓમાં 17876 છે. 93 બેઠકો પર 93 મોડલ મતદાન મથકો છે, 93 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો છે, 93 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો છે. 651 સખી મતદાન મથકો અને 14 યુવા સંચાલિત મતદાન મથકો રાખવામાં આવ્યા છે. વેબકાસ્ટિંગથી થનારા મતદાન મથકોની સંખ્યા 13319 છે.
ADVERTISEMENT
એવી બેઠકો જ્યાં બે બેલેટ યુનિટ મુકવા પડશે
પાટણ બેઠક પર 16 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ, જ્યારે અમદાવાદની નરોડામાં 17 ઉમેદવારો, બાપુનગરમાં 29 ઉમેદવારો અને અમરાઈવાડીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ વપરાશે. મતલબ કે ઉમેદવારોની સંખ્યા વધારે હોવાને કારણે તેઓને એક બેલેટમાં સમાવી શકાયા ન હતા લાંબુ લિસ્ટ હોઈ તેમને અન્ય એક બેલેટ પર સમાવવામાં આવ્યા છે.
મતદાન સ્ટાફની વિગતઃ
તમારા માટે મતદાનના દિવસે સતત કામગીરીમાં જોતરાયેલા રહેનારા કર્મચારીઓ અને અધિકારીઓની કુલ સંખ્યા 1,13,325, પ્રિસાઈડીંગ ઑફિસર્નીસની સંખ્યા 29,062 છે અને 84,263 પોલીંગ સ્ટાફ સતત તહેનાત છે. વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણ પણ તમામ 14 જિલ્લાઓમાં રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે તા. 5 ડિસેમ્બરના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા આપવામાં આવશે.
ADVERTISEMENT