NIAની ગુજરાતમાં ‘ગઝવા અલ હિંદ’ સંગઠન વિરુદ્ધ મોટી કાર્યવાહી, સુરત, વાપી અને બોટાદમાં દરોડા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં આજે 23મી માર્ચે NIAના દરોડા પડ્યા હતા. રાજ્યમાં બોટાદ, સુરત તથા વાપીમાં અલગ અલગ જગ્યાઓ પર NIAની ટીમે ‘ગઝવા અલ હિંદ’ સાથે સંકળાયેલા લોકોના સ્થાને દરોડા પાડ્યા હતા. ગુજરાતની સાથે સાથે નાગપુર અને ગ્વાલિયરમાં પણ NIAની ટીમે તપાસ હાથ ધરી હતી. મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કુલ 7 સ્થળોએ અલકાયદા સાથે મળીને કામ કરતા ‘ગઝવા અલ હિંદ’ સાથે જોડાયેલા લોકોના સ્થાનો પર દરોડા પાડ્યા હતા.

ગુજરાતમાં ક્યાં પડ્યા દરોડા?
ગુજરાતમાં NIAની ટીમે સુરતમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સાથે જ વાપી અને બોટાદના રાણપુરમાં પણ દરોડા પાડ્યા હતા. સુરતમાં મોહમ્મદ સોહેલ, વાપીમાં ફરાઝખાન તથા રાણપુરમાં અબ્દુલ વૈદના નિવાસસ્થાનો પર NIAની ટીમે પહોંચીને કાર્યવાહી શરૂ કરી છે.

ખાસ વાત છે કે, આ વર્ષે 6 જાન્યુઆરીએ NIAએ આ કેસમાં બિહારની સ્પેશ્યલ NIA કોર્ટમાં એક આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. સાથે જ ગત 15મી માર્ચે પણ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પાકિસ્તાનમાં સ્થિત પ્રતિબંધિત સંગઠનો દ્વારા જમ્મુ-કાશ્મીરના યુવાનોને કટ્ટરપંથી બનાવવા, સમુદાયો, સુરક્ષા કર્મચારીઓ, ધાર્મિક કાર્યક્રમો અને લઘુમતીઓને નિશાન બનાવવાના આતંકી ષડયંત્ર સંબંધિત કેસ નોંધ્યો હતો. અને 15 સ્થળોએ તપાસ કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT