NIAએ હેરોઈન સિઝર કેસની મુખ્ય કડી ગણાતા આરોપીની ધરપકડ કરી, થઈ શકે છે મોટા ખુલાસાઓ
અમદાવાદઃ મંગળવારે NIAએ ડ્રગ્સની હેરાફેરી કરી રહેલા સુશાંત સરકારની ધરપકડ કરી હતી. જે મુખ્યત્વે આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે ગેરકાયદેસર રીતે હેરોઈનની ભારતમાં હેરાફેરી કરી…
ADVERTISEMENT
અમદાવાદઃ મંગળવારે NIAએ ડ્રગ્સની હેરાફેરી કરી રહેલા સુશાંત સરકારની ધરપકડ કરી હતી. જે મુખ્યત્વે આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે ગેરકાયદેસર રીતે હેરોઈનની ભારતમાં હેરાફેરી કરી રહ્યો હતો. આ સમગ્ર ડ્રગ્સ રેકેટના પર્દાફાશથી લઈને અત્યારસુધી ઘણીબધી કડીઓ જોડવામાં આવી રહી છે. અત્યારે NIAએ આ કેસ પર ચાપતી નજર રાખીને આના પર લગામ લગાડવા માટે તજવીજ શરૂ કરી દીધી છે. આ કેસ શરૂઆતમાં DRI ગાંધીધામ દ્વારા નોંધવામાં આવ્યો હતો. જેમાં DRI ઓફિશિયલ્સને બે કન્ટેઈનરમાંથી લગભગ 3 હજાર કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારપછી આ સમગ્ર ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા માટે NIAની ટીમે લગભગ 20થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન અફઘાનિસ્તાનના ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. હજુ પણ આ કેસની તપાસ શરૂ છે. જેમાં સંડોવાયેલો 26મો આરોપી ઝડપાઈ જતા તપાસને નવી દિશા મળી શકે છે.
અફઘાનિસ્તાનના બ્રધર ડ્યુઓ દ્વારા ડ્રગ્સની હેરાફેરી મામલોઃ આ કેસ ઈન્ટરનેશનલ ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડિકેટ સાથે સંબંધ ધરાવે છે. જે બે અફઘાની ભાઈઓ હસન દાદ અને હુસેન દાદ દ્વારા ચલાવવામાં આવતું હતું. આ બંનેએ અત્યારસુધી દરિયાઈ માર્ગે ડ્રગ્સના ઘણા કન્સાઈનમેન્ટ ભારતમાં પહોંચાડ્યા છે.
કેવી રીતે ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હતી?
ડ્રગ્સની હેરાફેરી કરવા માટે અફઘાની ભાઈઓ દ્વારા વિવિધ માર્ગો પસંદ કરવામાં આવતા હતા. નોંધનીય છે કે ડ્રગ્સની હેરાફેરી દરમિયાન તેમણે અર્ધ કાચો હેરોઈનનો માલ રાખ્યો હતો. જેને પાવડર અને બિટ્યુમિનસ કોલસાના સ્થાને રાખવામાં આવતી હતી. આ પ્રમાણેના કન્સાઈન્મેન્ટ ગુજરાત અને કોલકાતા પહોંચાડવામાં આવતા હતા. જ્યાંથી નવી દિલ્હી ટ્રક મારફતે ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હતી. તેવામાં ધરપકડ કરાયેલો આરોપી આ તમામ હેરાફેરી દરમિયાન મહત્ત્વપૂર્ણ કડ઼ી સમાન રહ્યો હતો. જેની પાસેથી આ અંગે વિવિધ ઘટસ્ફોટો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે હજુ સુધી આ કેસની તપાસ શરૂ છે.
ADVERTISEMENT
લગભગ એકથી વધુ વર્ષ પહેલા મુન્દ્રા પોર્ટ ડ્રગ બર્સ્ટ કેસમાં DRI ઓફિશિયલ્સે બે કન્ટેઈનરમાંથી લગભગ 3 હજાર કિલો હેરોઈનનો જથ્થો કબજે કરી લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આરોપીઓ નકલી અથવા શેલ આયાત કંપનીઓ દ્વારા માદક દ્રવ્યોની આયાતમાં સામેલ હતા. તેઓ દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં હેરોઈનના શુદ્ધિકરણ અને વિતરણ સાથેની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા. આની સાથે જ તેઓ દિલ્હીમાં સ્થિત અફઘાની મિત્રોને તેનો પુરવઠો પહોંચાડતા હતા. અગાઉ પણ NIA દ્વારા 20થી વધુ સ્થળોએ આ મુદ્દે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અને પુરાવા આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT