બેરોજગારીના કારણે ધૂંતારાઓને ‘ઉજળી તકો’: વડોદરામાં અમદાવાદની યુવતી સહિત 15ને કરોડો ચુનો
દિગ્વિજય પાઠક.વડોદરાઃ તંત્ર બેરોજગારી સામે લાચાર છે, લોકો નોકરી માટે મારવા પડતા વલખાઓ સામે લાચાર છે, નોકરી માટે જરૂરી શિક્ષણના ખર્ચ માટે લાચાર છે, તો…
ADVERTISEMENT
દિગ્વિજય પાઠક.વડોદરાઃ તંત્ર બેરોજગારી સામે લાચાર છે, લોકો નોકરી માટે મારવા પડતા વલખાઓ સામે લાચાર છે, નોકરી માટે જરૂરી શિક્ષણના ખર્ચ માટે લાચાર છે, તો તે ખર્ચ માટે ફરી નોકરી માટે લાચાર છે, આ જાણે એક ચક્રની જેમ ફરી રહ્યું છે. જે પણ હોય પણ ચીટર્સ માટે બેરોજગારી જાણે એક ઉજળી તક બની ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. નોકરી આપવા, સરકારી નોકરી આપવા વગેરે જેવી લાલચો આપીને ઘણાને છેતર્યા છે અને લોકો પણ લોભના કારણે છેતરાય પણ છે. લોભીયા હોય ત્યાં ધૂંતારાઓને ભુખે મરવાનો વારો ના આવે તેની કહેવત આવી ઘટનાઓમાં બીલકુલ બંધ બેસે છે. વડોદરામાં આવું જ કાંઈક થયું છે. હજારો કમાવા ગયા અને કરોડો ગુમાવીને આવ્યા તેવો ઘાટ ઘડાયો છે. નોકરીવાંચ્છુ બેરોજગારો પણ નાણાં આપી સારી જગ્યાએ નોકરી મેળવવાની લાલચે છેતરાય છે. અમદાવાદની યુવતી સાથે લાખોની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. જે અંગે શહેરના સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ન માત્ર અમદાવાદ, મહેસાણા, મહિસાગર, વલસાડ સહિત ઘણા જિલ્લાના લોકોને આ ઠગોએ એક છાપાની જાહેરાત પરથી છેતર્યા છે.
યુવતીની અરજી પછી કૌભાંડ આવ્યું બહાર
વડોદરાની MS યુનિ.માં નોકરી અપાવવાના બહાને કરોડોની છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદની યુવતી દ્વારા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવતીને એકઝામ સુપરવાઈઝરની પોસ્ટ અપાવવાની લાલચ આપી તેની પાસે નાણાં પડાવ્યા હતા. જેને લઈ યુવતી દ્વારા અમદાવાદમાં અરજી આપવામાં આવી હતી. જોકે સમગ્ર ઘટના વડોદરાની હોવાથી ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી છે. જેને આધારે તપાસ કરતા માત્ર યુવતી જ નહીં આ પોસ્ટ માટે અનેક લોકો છેતરાયા હોવાનું સામે આવ્યું છે. જે અંગે પોલીસે શુક્રવારે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.
હાંસોટઃ સાઈડ ઈન્ડીકેટર બતાવ્યા વગર વળી જતા કન્ટેનરમાં ઘૂસી ગઈ કાર, 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત
ભેજાબાજોએ યુવતી પાસે પડાવ્યા 11 લાખ
પત્રકાર પરિષદમાં ACP ચાવડાએ જણાવ્યું કે અમદાવાદની યુવતી કિંજલ પટેલે ફરિયાદ આપી છે. આ ફરિયાદ કિંજલ પટેલે અમદાવાદ શહેરમાં અરજી સ્વરૂપે આપી હતી, જેમાં જણાવ્યું હતું કે તેણીએ ભેજાબાજ શૈલેષ સોલંકી, રાહુલ પટેલ અને મનીષ કટારાને મળીને 11 લાખ રૂપિયા એકઝામ સુપરવાઈઝરની પોસ્ટ અપાવવા માટે આપ્યા હતા. આ અરજીની પ્રાથમિક તપાસ અમદાવાદ શહેરમાં થઈ હતી. જેમાં સમગ્ર ઘટના વડોદરાની હોવાથી અરજી અહીં ટ્રાન્સફર કરવામાં આવી હતી. પોલીસ કમિશનર દ્વારા આ અરજીની તપાસ સયાજીગંજ પોલીસને કરવા આપવામાં આપી હતી. ગઈકાલે આ અંગે ગુનો દાખલ કરાયો હતો.
ADVERTISEMENT
ભેજાબાજોએ આપી દીધો જોઈનિંગ લેટર પણ
ભેજાબાજોએ કિંજલ પટેલને એકઝામ સુપરવાઈઝરની પોસ્ટ માટે વડોદરા બોલાવ્યા હતા અને આ માટે તેમણે સૌ પ્રથમ જોઈનિંગ લેટર આપી તેમનું મેડિકલ પણ કરાવ્યું હતું. એક પરિક્ષા લઈ ફાઈનલ ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો અને તેણી પાસેથી 11.50 લાખ જેટલી રકમ કઢવવામાં આવી હતી. આ લોકોની પરિક્ષા એમએસ યુનિવર્સિટીના રોડ પર લીધી છે. આ એક ખૂબ મોટું ષડયંત્ર છે.
અમદાવાદઃ માધુપુરા સટ્ટાકાડમાં SMCના હાથે લાગ્યો આ શખ્સ, જાણો શું હતો રોલ
ગુજરાત ભરના લોકોને છેતર્યા
ભેજાબાજોએ અન્ય લોકોને પણ નિશાન બનાવ્યા હતા અને ઘણા લોકો પણ આ જ રીતે છેતરાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ગાંધીનગરના 2, અમદાવાદના 6, મહેસાણાના 5, મહિસાગરના 1 અને વલસાડના 1 એમ મળી કુલ 15 લોકો સાથે આ જ પ્રકારની એકઝામ સુપરવાઈઝર, કલાર્ક અને પટાવાળાની પોસ્ટ માટે જુદી-જુદી રકમો મળી આરોપીઓએ 1 કરોડ 67 લાખ 50 હજારની રકમ મેળવેલી છે.
ADVERTISEMENT
છાપાની જાહેરાતથી કરોડો પડાવ્યા
પોલીસની પ્રાથમિક તપાસમાં 2019માં ન્યૂઝ પેપરની અંદર જે તે વખતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર ભરતી થશે તેનો આધાર લઈ આરોપીઓએ લોકોને છેતરવાનો કારસો ઘડી નાખ્યો હતો. 15 જેટલા લોકો તપાસમાં સામે આવ્યા છે. તે સિવાય અન્ય લોકો પણ હોઈ શકે છે. જેના અનુસંધાને આ મોટા કૌભાંડની તપાસ વડોદરા ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT