ઘટસ્ફોટ: 6 IPS અધિકારીઓના હનીટ્રેપ કાંડમાં ક્લિનચીટ બાદ યુવતીની ફરિયાદથી તંત્ર દોડતું થયું
હેતાલી શાહ/ખેડા : હાલમાં જ ગાંધીનગરમાં આઇપીએસ હનીટ્રેપમાં ફસાયા હોવાનુ પ્રકરણ ખુબ જ ચર્ચાસ્પદ બન્યું હતું. ત્યારે આ પ્રકરણમાં નડિયાદની યુવતીનો ફોટો મૂકીને તેને હની…
ADVERTISEMENT
હેતાલી શાહ/ખેડા : હાલમાં જ ગાંધીનગરમાં આઇપીએસ હનીટ્રેપમાં ફસાયા હોવાનુ પ્રકરણ ખુબ જ ચર્ચાસ્પદ બન્યું હતું. ત્યારે આ પ્રકરણમાં નડિયાદની યુવતીનો ફોટો મૂકીને તેને હની ટ્રેપ સાથે જોડવાનો પ્રયાસ કરનાર પાંચ ઈસમો સામે ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ મામલે આઈપીએસ ઓફિસરોને તો ક્લિનચીટ પહેલા જ આપી દેવાઇ છે. જો કે નડિયાદની યુવતી ખોટી રીતે બદનામીનો ભોગ બની હોવાનુ પોલીસ ફરીયાદમા સામે આવ્યુ છે.
જેને કોઇ લેવા દેવા જ નથી તેવી યુવતીની તસ્વીર વાયરલ થઇ હતી
ગાંધીનગર પાસે આવેલી પોલીસ એકેડેમીમાં ઘોડે સવારી શીખવા આવતી યુવતીએ હની ટ્રેપમાં છ જેટલા IPS અધિકારીઓને ફસાવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવતા ગુજરાતમાં હડકંપ મચી ગયો હતો. આ હનીટ્રેપ પ્રકરણમાં ઘોડા સાથે ઉભેલી એક યુવતીનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. તેમજ કેટલાક NEWS પોર્ટલ તેમજ ન્યુઝ ચેનલો ઉપર પણ આ ફોટા સાથે સમાચાર ચલાવવામાં આવ્યા હતાં. જોકે, જે યુવતીનો ફોટો વાયરલ થયો તેને આ સમગ્ર ઘટનાક્રમ સાથે ન્હાવા નિચોવાનો જ સંબંધ નથી. કાંઇ લેવા દેવા વગર જ તેને બદનામી વ્હોરવાનો વારો આવ્યો હતો.
હનીટ્રેપકાંડમાં તમામ અધિકારીઓને ક્લિન ચીટ મળી ચુકી છે
મળતી માહિતી અનુસાર યુવતીએ પોલીસ ફરીયાદમા જણાવ્યા અનુસાર યુવતી નડિયાદ તાલુકાના એક ગામમાં રહે છે. પોતે ઘોડે સવારીની શોખીન છે. તેણે ઘોડે સવારી કરતી વખતના પોતાના કેટલાક ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મૂક્યા હતા. જેના સ્ક્રીનશોટ લઈને તે હનીટ્રેપની મુખ્ય આરોપી છે, તે પ્રકારે વાયરલ કરવામાં આવ્યા હતા. જેના પગલે યુવતીને ભારે મુશ્કેલી અને બદનામીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. છેલ્લા લાંબા સમયથી બદનામીનો ભોગ બનેલી યુવતીએ અંતે ચકલાસી પોલીસ મથકે વિજયસિંહ રાજપુત, બરકતુલ્લા ખત્રી, અશ્વિન, હેતલ સોલંકી તથા અન્ય એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે તપાસ આદરી છે
પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં વધુ પાંચથી સાત નામો ઉમેરાવાની શક્યતા છે. યુવતીએ તેના ફોટાનો સોશિયલ મીડિયા ઉપરથી ખોટી રીતે સ્ક્રીનશોટ લઈ, તે ફોટાને હનીટ્રેપ પ્રકરણમાં ખોટી રીતે જોડી વાયરલ કરી સાઇબર ક્રાઇમ કરનાર સામે ફરિયાદ નોંધાવી ન્યાયની માંગણી કરી છે.
પોલીસ જો કે સમગ્ર મામલે ખુબ જ ગુપ્ત રીતે ચલાવી રહી છે તપાસ
મહત્વનુ છે કે, 5 જેટલા શખ્સોમાં આશરે 3 જેટલા પત્રકાર હોવાનુ સામે આવ્યુ છે. જેઓ પોતાનુ ન્યુઝ પોર્ટલ ધરાવે છે અને આ મામલે એક અહેવાલ બનાવ્યો હતો. જેને પગલે યુવતીની વધુ બદનામી થઈ હોવાનુ સામે આવ્યુ છે. તો પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસે આ પ્રકરણમાં ફરીયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં 2 લોકોની અટકાયત પણ કરી લીધી છે. પુછપરછ દરમિયાન અનેક ચોંકવનારા ખુલાસા થવા ઉપરાંત કેટલાક ચોંકાવનારા નામ પણ સામે આવે તેવી શક્યતા છે. હાલમાં આ સમગ્ર મામલે તપાસ ડાકોર પોલીસ ચલાવી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT