સાબરકાંઠામાં જમીનમાં દાટેલું નવજાત બાળક જીવિત હાલતમાં મળી આવ્યું
ગુજરાતમાં નવજાત બાળકોને તરછોડવાની ઘટનાઓમાં છાશવારે બનવા લાગી છે. સાબરકાંઠામાં પણ માનવતાને હચમાવતી ઘટના સામે આવી છે. જેમાં જમીનમાં નવજાત બાળકને દાટી દેવામાં આવ્યું હતું,…
ADVERTISEMENT
ગુજરાતમાં નવજાત બાળકોને તરછોડવાની ઘટનાઓમાં છાશવારે બનવા લાગી છે. સાબરકાંઠામાં પણ માનવતાને હચમાવતી ઘટના સામે આવી છે. જેમાં જમીનમાં નવજાત બાળકને દાટી દેવામાં આવ્યું હતું, જોકે બાળકના રડવાનો અવાજ આવતા સ્થાનિકોએ જમીન ખોદતા તેમાંથી જીવિત હાલતમાં બાળક મળી આવ્યું હતું, જે બાદ તેને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
બાળકના રડવાનો અવાજ આવતા મજૂરોએ જમીન ખોદી બહાર કાઢ્યું
સાબરકાંઠાના હિંમતનગરના ગાભોઈમાં જીઈબીની ઓફિસની બાજુમાં જમીનમાંથી બાળકના રડવાનો અવાજ આવતા આસપાસમાં મજૂરી કામ કરનારા લોકો ચોંકી ઉઠ્યા હતા. જે બાદ જમીનમાં ખોદતા તેમાંથી નવજાત બાળક મળી આવ્યું હતું. જેને પગલ સ્થાનિકોમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાને પગલે લોકોએ પોલીસને જાણ કરી હતી, બીજી તરફ 108 મારફતે નવજાતને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. બીજી તરફ સ્થાનિકોએ ફૂલ જેવા કૂમળા બાળકને જમીનમાં દાટી દેનાર સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો.
નડીયાદમાં કોર્ટની બહાર બાળક તરછોડવાની ઘટના બની હતી
નોંધનીય છે કે તાજેતરમાં જ નડિયાદમાં પણ આ પ્રકારે જિલ્લા ન્યાયાલયની બહાર નવજાત બાળકને તરછોડી દેવાની ઘટના બની હતી. જેમાં કોર્ટની વોલને અડીને નવજાત બાળક મળી આવ્યું હતું. જોકે મહિલા ન્યાયાધીશની નજર પડતા તેમણે તરત જ કારમાંથી ઉતરીને બાળકને લઈને હોસ્પિટલ દોડી ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT