અરવલ્લીમાં ખેતરમાં ત્યજી દેવાયેલી બાળકીનું સારવાર દરમિયાન મોત, પોલીસે સગીર માતાને ઝડપી

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરીયા/અરવલ્લી: અરવલ્લી જિલ્લાના માલપુરમાં અઠવાડિયા પહેલા ખેતરમાં ત્યજી દીધેલી નવજાત બાળકી મળી આવી હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અધૂરા માસે જન્મેલી બાળકીની સારવાર દરમિયાન આજે તેનું મોત થઈ ગયું હતું. બીજી તરફ બાળકીને તરછોડી દેનાર સગીર માતાને પણ પોલીસે શોધી કાઢી હતી અને તેની અટકાયત કરી લીધી છે. જ્યારે પિતાને ઝડલી લેવા તપાસ હાથ ધરી છે.

ખેતરમાં ત્યજી દેવાઈ હતી બાળકીને
અઠવાડિયા પહેલા અરવલ્લીના માલપુરમાં ખેતરમાંથી નવજાત બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી હતી. ખેતર માલિક રણજીત પોતાના ખેતરમાં કામ કરતા હતા. દરમિયાન તેમની નજર આ બાળકી પર પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ બાળકીને 108 દ્વારા મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. અધૂરા માસે જન્મેલી બાળકીનું વજન અપૂરતું હતું. એવામાં ઈન્ફેક્શન, ઓક્સિજન લેવલમાં ઘટાડો તથા પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતા બાળકીનું આજે મોત થયું હતું.

પોલીસે સગીર માતાને ઝડપી પાડી
બીજી તરફ પોલીસે બાળકીને જન્મ આપનારી સગીર માતાને શોધીને ઝડપી લીધી હતી. જેમાં સગીર વયે છોકરીએ બાળકીને જન્મ આપ્યો હોવાથી તેને તરછોડી દીધી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. તો બીજી તરફ નવજાત બાળકીને તરછોડવામાં સહભાગી બનનાર પિતાને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT