‘તારક મહેતા…’માં થશે નવા ટપૂની એન્ટ્રી, રાજ અનડકટની જગ્યાએ આ એક્ટર રિપ્લેસ થયો
મુંબઈ: ટીવીની લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકોને રાજ અનડકટે શો છોડી દેતા ભારે ઝટકો લાગ્યો હતો. રાજે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર…
ADVERTISEMENT
મુંબઈ: ટીવીની લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકોને રાજ અનડકટે શો છોડી દેતા ભારે ઝટકો લાગ્યો હતો. રાજે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને શો છોડવા વિશે જાણકારી આપી હતી. જોકે મેકર્સે પણ પોતાના દર્શકોને જણાવ્યું હતું કે તેઓ થોડા જ દિવસોમાં તેમની સામે નવો ટપૂ લઈને આવશે અને તે પ્રોમિસ પૂરું કર્યું છે. નવા ટપ્પૂ સાથે મેકર્સ શો આગળ વધારવા માટે તૈયાર છે. મેકર્સે નીતીશ ભલૂનીને આ રોલ માટે કન્ફર્મ કર્યો છે. જલ્દી જ તે ટપ્પૂ બનીને દર્શકોનું મનોરંજન કરતા જોવા મળશે.
નીતિશ ભલૂની અગાઉ કઈ સીરિયલ કરી ચૂક્યો?
નીતિશ જલ્દી જ શોનું શૂટિંગ શરૂ કરશે. ‘જેઠાલાલ’ના દીકરા ટપ્પૂ બનીને નીતિશ દર્શકોનું દીલ જીતવામાં સફળ થાય છે કે નહીં તે તો સમય જ જણાવશે. નીતિશ ‘તારક મહેતા… ‘ પહેલા ‘મેરી ડોલી મેરે અંગના’ સીરિયલમાં પણ જોવા મળી ચૂક્યો છે. ટીવી ઈન્ડસ્ટ્રીમાં નીતિશ માટે આ ખૂબ મોટી બ્રેક હોઈ શકે છે. કારણ કે છેલ્લા 14 વર્ષથી આ શો ઓડિયન્સનો નંબર 1 શો છે.
ADVERTISEMENT
2017થી રાજ અનડકટ શો સાથે જાડાયેલો હતો
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની રિપોર્ટ મુજબ, અસિત કુમાર મોદી અને નીતિશ બંને પાસેથી જ્યારે આ મામલે જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો બંનેએ કોઈ જવાબ ન આપ્યો. નીતિશ ભલૂની પહેલા આ શો રાજ અનડકટ કરી રહ્યો હતો. રાજે 2017માં આ શો જોઈન કર્યો હતો. તેના પહેલા ભવ્ય ગાંધી આ રોલ કરી રહ્યો હતો અને તેણે જ ટપ્પૂના પાત્રને ખૂબ લોકપ્રિય બનાવ્યું હતું.
ADVERTISEMENT
5 વર્ષ બાદ છોડ્યો હતો શો
ડિસેમ્બરમાં રાજે તારક મહેતા શો છોડ્યો હતો. તેણે પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, પાંચ વર્ષથી લગભગ તે આ શો સાથે જોડાયેલો રહ્યો. ડિસેમ્બરથી અમુક મહિના પહેલા જ રાજના શો છોડવાની અટકળો હતો. જોકે એક્ટરે તેને કન્ફર્મ નહોતી કરી. બાદમાં તેણે પોતાના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, મિત્રો હવે સમય આવી ગયો છે કે દરેક અટકળો પર બ્રેક લગાવવાનો. મારો નીલા ફિલ્મ પ્રોડક્શન અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે સફર ખતમ થાય છે. મારા માટે આ એક શાનદાર જર્ની રહી છે. મેં ઘણા બધા મિત્રો બનાવ્યા અને આ મારા કરિયરનો સૌથી સારો સમયગાળો રહ્યો છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT