આવી ચોરી ક્યારે નહીં જોઈ હોય, સુરતમાં ચોર આખો પાનનો ગલ્લો જ ઉઠાવી ગયા

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: રાજ્યમાં ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ક્યારેક ચોર એવી ચોરી કરે કે પોલીસ પણ માથું ખંજવાળતી રહી જાય. સુરતમાં અજીબ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચોર આખો પાનનો ગલ્લો જ ઉઠાવી ગયા. પરંતુ ઉતરાણ વિસ્તારમાં બનેલી ઘટનાએ શહેરના બધા પાનના ગલ્લાંવાળા ગભરાઈ ગયા છે. ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

સુરતમાં એક વિચિત્ર ચોરીની ઘટના બની છે. શહેરમાં ઠેકઠેકાણે લારી અને પાનના ગલ્લાં જોવા મળે છે. પાનના ગલ્લાંવાળા રાત્રિના સમયે રસ્તા પર જ ગલ્લાને તાળું મારી જતા રહેતા હોય છે. ત્યારે અત્યાર સુધીમાં ક્યારેય કોઈ આવી ચોરીની ઘટના ઘટી નથી. ત્યારે ઉતરાણ વિસ્તારમાં રોડની સાઈડ પર મુકેલા પાનના ગલ્લાંની ચોરી થઈ છે. રોડની સાઈડ પર મુકેલા પાનના ગલ્લાને તસ્કરો ચોરી ગયા છે.ત્યારે આ ઘટનાને લઈ બીજા પાનના ગલ્લા વાળા પણ ચિંતામાં મુકાયા છે.

સવારે જ્યારે પાનના ગલ્લાંનો માલિક પહોંચ્યો ત્યારે ગલ્લો તેની જગ્યા પર ન હતો. ત્યારે તેમણે આસપાસની દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા ગલ્લો ચોરાયો હોવાનું બહાર આવ્યું હતું. આથી પાનના ગલ્લાંવાળાએ ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પાનના ગલ્લા સહિત કુલ 35 હજારની મત્તા ચોરાઈ હોવાના આ વિચિત્ર કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
સામાન્ય રીતે બાઇકની ચોરી સાંભળી છે, ઘરમાં તસ્કરો હાથ ફેરો કરે, દુકાનમાં હાથ ફેરો કરે પરંતુ સુરતમાં ચોરોએ હેડ કરી છે. સુરતમાં આખો પણનો ગલ્લો ઉઠાવી ગયા અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં એક ટેમ્પો આવે છે, જેમાંથી ચારથી પાંચ યુવાનો નીચે ઉતરે છે. ટેમ્પો રિવર્સ કરે છે અને કોઈપણ ડર કે ખચકાટ વિના પાનના ગલ્લાંને ઊંચકીને ટેમ્પોમાં ચઢાવે છે. સાથે રહેલી ખુરશી પણ ઉઠાવી અને જતા રહે છે. કોઈ જુએ તો પણ એમ જ લાગેકે પોતાનો જ સામાન ટેમ્પોમાં લઈ જઈ રહ્યાં છે, એટલી શાંતિથી પાનનો ગલ્લો ચોરી કે જાણે કોઈ જોઈ રહ્યું નથી અને કાયદા અને વ્યવસ્થાનો તો જાણે ડર જ ન હોય. જોકે આ મામલે પોલીસ તપાસ શરૂ કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT