ડાકણનો વ્હેમ રાખીને ભત્રીજા વહુએ કાકીને ધારીયાના ઘા મારી કાંડા કાપી નાખ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા : ગુજરાતમાં હાલમાં પણ અંધશ્રદ્ધાના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. આદિવાસી બાહુમતી ધરાવતા છોટા ઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશની સરહદ પર આવેલા ગામોમાં હજી પણ અંધશ્રદ્ધાના કિસ્સાઓ આવતા રહે છે. એક ઘટના છોટા ઉદેપુરના ખડખડ ગામેથી સામે આવી છે. જ્યાં ભત્રીજા વહુએ ડાકણનો વહેમ રાખીને કાકી સાસુની ધારીયાના ઘા મારી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

છોટાઉદેપુર જિલ્લામાં અંધશ્રદ્ધાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો
છોટા ઉદેપુર જિલ્લાના છેવાડાના સરહદી ખડખડ ગામે ડાકણનો વહેમ રાખી કાકી સાસુને ધારીયાના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. ખડખડ ગામે રહેતી ભત્રીજા વહુ રંગલીબેન કેમતભાઈ રાઠવાની 14 વર્ષીય પુત્રી થોડા મહિના અગાઉ ગુજરી ગઈ હતી. જેને ગામમાં રહેતા કાકી સાસુ હિંગળીબેન ધનસિંગભાઈ રાઠવા ખાઈ ગયા હતા તેવો આરોપ લગાવીને ભત્રીજા વહુએ કાકી સાસુને મોતને ઘાટ ઉતારી દીધી છે.

કાકી સાસુ પાણી ભરીને આવ્યા ત્યાં વહુ તુટી પડી
કાકી સાસુ પાણી ભરતા હતા ત્યાંરે કાકી સાસુનું કાસળ કાઢવામાં ઇરાદે સંતાઈને બેઠેલી ભત્રીજા વહુ રંગલીબેને કાકી સાસુ ઉપર પાછળથી ધારિયા વડે હુમલો કર્યો હતો. ક્રૂરતાથી પાળિયાના એક પછી એક એમ સાતથી આઠ ઘા ગળા પર-માથામાં તેમજ હાથના ભાગે ઘા માર્યા હતા. આ ઉપરાંત છાતીના ભાગે ઘા મારી કરપીણ હત્યા કરી હતી. કાકી સાસુને ધારિયાના ઘા મારતાં મારતાં તે 20 ફૂટ દૂર સુધી લઈ ગઈ હતી અને ઘર આંગણે હિંગળીબેનને મોતને ઘાટ ઉતારી કરપીણ હત્યા કરી નાખી હતી.

ADVERTISEMENT

મહિલાનો પરિવાર પણ આ ઘટનાથી પરેશાન
આ હત્યાની ઘટનાનો ભોગ મૃતકના પરિવાર સહિત આરોપી મહિલાનો પરિવાર પણ બન્યો છે. આરોપી રંગલીબેન રાઠવાનો એક વર્ષનો છોકરો અને 6 વર્ષીય છોકરી પણ છે. રંગલીબેન રાઠવાને આવેલા ગુસ્સાને કારણે બે બાળકો નોધારા બન્યા છે. આ બાબતની જાણ રંગપુર પોલીસને થતા રંગપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આરોપી રંગલીબેન રાઠવાની પોલીસે ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT