Crime News: સુરતમાં કાયદો અને વ્યવસ્થા મુકાયા નેવે!, ટામેટા માંગતા પાડોશીએ યુવકને છરીથી રહેશી નાખ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • સુરતમાં કાયદો અને વ્યવસ્થાના ચિંથરે હાલ
  • પાડોશીએ યુવક પર છરી વડે હુમલો કર્યો
  • પોલીસે હત્યારાને ઝડપી પાડી હાથ ધરી કાર્યવાહી

Surat Crime News: સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ સ્થિતિ રહી નથી. મારામારી, હત્યા, છેડતી જેવા ગુનાઓ રોજિંદી રીતે બની રહ્યા છે. સુરતમાં હત્યાનો સીલસીલો જારી છે. ત્યારે શહેરના લસકાણા વિસ્તારમાંથી હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં ટામેટા માંગવા જેવી નજીવી બાબતે યુવકની હત્યા કરવામાં આવી છે. આ મુદ્દે પોલીસે ગુનો નોંધી ગણતરીના સમયમાં હત્યારાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘરે મહેમાન આવતા ટામેટા લેવા ગયો હતો બિઘાધરા

મળતી માહિતી અનુસાર, મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો વતની બિઘાધરા પાંડવ શ્યામલ લસકાણા વિસ્તારની દ્વારકેશ સોસાયટીમાં ભાડે રહેતો હતો. ગત 26 જાન્યુઆરીની રાત્રે બિઘાધરાના ઘરે મહેમાન આવ્યા હોવાથી તે પાડોશમાં રહેતા કાલુગુરુના ઘરે ટામેટા લેવા માટે ગયો હતો. જોકે, પાડોશીએ ઘરનો દરવાજો ખોલ્યો નહતો. જેથી તે ઘરે પરત ફર્યો હતો.

સવારે પાડોશી સાથે થઈ હતી બોલાચાલી

જેના બીજા દિવસે બિઘાધરા અને કાલુગુરુ વચ્ચે આ બાબતે બોલાચાલી થઈ હતી. જે બાદ આ બોલાચાલી મારામારીમાં પરિણમી હતી. આ દરમિયાન કાલુગુરુએ ગુસ્સામાં આવીને બિઘાધરાના પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અગેની જાણ થતાં જ સરથાણા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

ADVERTISEMENT

ગુસ્સામાં આવીને પાડોશીએ કરી નાખી હત્યા

જે બાદ સરથાણા પોલીસની ટીમે હત્યાનો ગુનો નોંધીની તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT