પોતાના ગીતને પ્રખ્યાત કરવા નેહા કક્કડ-ફાલ્ગુની પાઠકે કર્યું નાટક? વીડિયોમાં ખુલી પોલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઇ : બોલિવુડમાં હાલના દિવસમાં બે ગાયીકાઓ વચ્ચે ગીત મુદ્દે કેટ ફાઇટ ચાલી રહી છે. નેહા કક્કડ અને ફાલ્ગુની વચ્ચે એક ગીત મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. મેને પાયલ હે છનકાઇ એક 90 ના દશકનું ગીત છે. આ ગીત ખ્યાતનામ સિંગર ફાલ્ગુની પાઠકે ગાયું હતું. હવે અભિનેત્રી નેહા કક્કડે આ ગીતનું રિમિક્સ ગીત ગાયું છે. જો કે આ ગીત ન તો ફાલ્ગુની પાઠકને પસંદ પડ્યું કે ન તો તેના ફેન્સને પસંદ આવ્યું. જેના પગલે ફાલ્ગુની પાઠકે આ મુદ્દે નેહા કક્કડ પર નિશાન સાધ્યું હતું. ફાલ્ગુની પાઠકે પોતાની સ્ટોરી પર કેટલાક કમેન્ટ્સ શેર કરી હતી. જેમાં નેહાને ટ્રોલ કરવામાં આવી હતી. જો કે આ દરમિયાન એક નવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં નેહા કક્કડ અને ફાલ્ગુની પાઠક બંન્ને સાથે જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર બંન્ને એકબીજાને ટ્રોલ કરતા જોવા મળે છે
સોશિયલ મીડિયા પર એક બીજાની બેંડ બજાવ્યા બાદ નેહા અને ફાલ્ગુની એક સાથે જોવા મળે છે. બંન્નેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં નેહા અને ફાલ્ગુની એક સાથે જોવા મળે છે. સોની ટીવી પર ઇન્ડિયન આઇડલ સીઝન 13 ની શરૂઆત થઇ ચુકી છે. આ શો નો એક પ્રોમો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં કંટેસ્ટેટ્સની સાથે નેહા કક્કડ, ફાલ્ગુની પાઠક, હિમેશ રેશમિયા, આદિત્ય નારાયણ પણ જોવા મળે છે.

નેહા કક્કડ અને ફાલ્ગુની પાઠક બંન્ને એક શોમાં સાથે જોવા મળ્યાં
વીડિયોમાં જોવા મળે છે કે, નેહા કક્કડ કહે છે કે, ખુબ જ સારો દિવસ છે અને આજે થિયેટર રાઉન્ડની શરૂઆત અમે માતા રાનીનું નામ લઇને કરીએ છીએ. અમારી વચ્ચે આજે લીજેન્ડ્રી ફાલ્ગુની પાઠક મેમ આવ્યા છે. ત્યાર બાદ ફાલ્ગુની પાઠક ગરબા ગીત ગાવા લાગે છે અને તમામ લોકો ડાંડિયા ડાન્સ કરવા લાગે છે. હવે આ વીડિયો બાદ લોકો બંન્નેને ટ્રોલ કરી રહ્યા છે. જેમાં કહી રહ્યા છે કે, એક ગીતને પ્રખ્યાત કરવા માટે કેટલી નીચા સ્તરે જ આ લોકો ઉતરી રહ્યા છે. હાલ ફાલ્ગુની પાઠક અને નેહા કક્ડક બંન્નેને લોકો ખુબ જ ટ્રોલ કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT