નીટ પેપર લીક મામલે CBIની મોટી કાર્યવાહી, ગુજરાતમાં સાત સ્થળોએ પાડ્યા દરોડા
NEET પેપર લીક મામલે CBIએ આજે મોટી કાર્યવાહી કરી છે. CBIએ ગુજરાતમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. CBIએ શનિવારે સવારે ગુજરાતના ચાર જિલ્લા આણંદ, ખેડા, અમદાવાદ અને ગોધરામાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા.
ADVERTISEMENT
NEET Paper Leak Case : NEET પેપર લીક મામલે CBIએ આજે મોટી કાર્યવાહી કરી છે. CBIએ ગુજરાતમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. CBIએ શનિવારે સવારે ગુજરાતના ચાર જિલ્લા આણંદ, ખેડા, અમદાવાદ અને ગોધરામાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ પહેલા શુક્રવારે CBIએ ઝારખંડમાં એક સ્કૂલ પર દરોડા પાડ્યા હતા અને સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલની પણ ધરપકડ કરી હતી.
હજારીબાગમાંથી ત્રણની ધરપકડ
CBI અધિકારીઓએ જણાવ્યું હતું કે, હજારીબાગમાં ઓએસિસ સ્કૂલના આચાર્ય એહસાનુલ હકને 5 મેના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે હજારીબાગના શહેર-સંયોજક બનાવવામાં આવ્યા હતા. શાળાના વાઈસ પ્રિન્સિપાલ ઈમ્તિયાઝ આલમને NTAના સુપરવાઈઝર અને ઓએસિસ સ્કૂલના સેન્ટર કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. CBIએ NEET પેપર લીક કેસમાં જિલ્લામાંથી વધુ પાંચ લોકોની પણ પૂછપરછ કરી હતી. પત્રકાર જમાલુદ્દીન અંસારીની આચાર્ય અને વાઇસ પ્રિન્સિપાલને મદદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, આ માહિતી અધિકારીઓએ શનિવારે આપી હતી.
આ પણ વાંચો- UGC NET સહિત 3 પરીક્ષાઓની નવી તારીખો જાહેર, હવે આ ફોર્મેટમાં લેવાશે પેપર
ADVERTISEMENT
ADVERTISEMENT