બિપોરજોય ગુજરાતની નજીક, ગણતરીની કલાકોમાં વાવાઝોડુ ધારણ કરશે ભીષણ સ્વરૂપ
અમદાવાદ: હવામાન વિભાગે બિપોરજોય વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા જ કલાકોમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. જોકે…
ADVERTISEMENT
અમદાવાદ: હવામાન વિભાગે બિપોરજોય વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા જ કલાકોમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. જોકે રાહતની વાત એ છે કે આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે અથડાય તેવી શક્યતા નથી. વાવાઝોડું પોરબંદરના દરિયા કિનારાથી 200 થી 300 કિમીની દુરીથી પસાર થઈ જશે. જોકે વાવાઝોડાની અસરના પગલે 15 જૂન સુધી ગુજરાતમાં તીવ્ર ગતિથી પવન ફૂંકાવાની સંભાવના છે. હાલમાં, તે ગુજરાતમાં પોરબંદરથી લગભગ 500 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમમાં અરબી સમુદ્રમાં સ્થિત છે.
બિપોરજોયને લઈ તંત્ર એલરતમોડ પર છે. બીજી તરફ રાજ્યમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યાનુસાર વાવાઝોડું પોરબંદરથી 200થી 300 કિલોમીટર અને કચ્છના નલિયાથી 200 કિમી દૂરથી પસાર થાય તેવી સંભાવના છે. હાલની સ્થિતિને જોતા આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાને ટકરાય તેવી શક્યતા ઓછી છે. પરંતુ તેની અસર આગામી 15 જૂન સુધી જોવા મળશે. જેને લઈને માછીમારોને પણ આગામી પાંચ દિવસ સુધી એટલે કે 15 જૂન સુધી અરબ સાગરમાં ન જવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
પવનની ગતિ વધશે
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે.આજે ગુજરાતના દરિયા પટ્ટામાં પવનનો જોર વધશે તેમજ 80થી 90 કિમી પુર ઝડપે પવન ફુંકાશે. સ્કાઇમેટે વધુમાં જણાવ્યું કે, 12થી 15 જુન સુધી પવનની ગતિ 110 પહોંચી શકે છે. ચક્રવાતી તોફાન ‘બિપોરજોય’ની ઝડપ હજુ પણ વધે તેવી સંભાવનાઓ છે. આગામી ત્રણ દિવસ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT