Navsari: ઘરમાં 4 પંખા, ટીવી-ફ્રીઝનું 2 મહિનાનું 20 લાખ રૂપિયા લાઈટ બિલ આવ્યું, પરિવાર પણ ચોંક્યો

ADVERTISEMENT

Light bill
Light bill
social share
google news

Navsari News: નવસારીમાં DGVCLની મોટી બેદરકારી સામે આવી છે. અહીં પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાના ઘરમાં માત્ર ચાર પંખા, ટીવી અને ફ્રીજ ચાલુ હોવા છતાં 20 લાખ રૂપિયાનું વીજળીનું બિલ મોકલ્યું. એટલું જ નહીં, ઘરના ચારમાંથી ત્રણ સભ્યો કામ પર રહે છે. આમ છતાં મસમોટું બિલ આવતા પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા.

નવસારીના બીલીમોરા શહેરમાં પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાના ઘરે રૂ.20 લાખનું વીજ બિલ આવ્યું હતું જે સામાન્ય રીતે રૂ.2 થી 2.5 હજાર હતું. આટલું બિલ જોઈને પરિવારના સભ્યો ચોંકી ગયા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મીટર રીડરે તેમને જૂન-જુલાઈ મહિનાનું વીજ વપરાશનું બિલ આપ્યું હતું, જેમાં 20 લાખ 1 હજાર 902 રૂપિયાની રકમ લખેલી હતી.

ઘરમાં 4 લોકો, 3 કામ પર જાય છે

પેટ્રોલ પંપ પર કામ કરતા પંક્તિબેન પટેલે જણાવ્યું હતું કે, અમારો ચાર જણનો પરિવાર છે અને હું પેટ્રોલ પંપ પર કામ કરું છું. અમારા ઘરમાં ચાર બલ્બ, ચાર પંખા, ફ્રીજ અને એક ટીવી છે. ચારમાંથી ત્રણ સભ્યો આખો દિવસ કામ પર જાય છે. સામાન્ય રીતે, અમારું વીજળીનું બિલ દર બે મહિને માત્ર રૂ. 2,000 થી 2,500 આવે છે, જે અમે સમયસર ચૂકવીએ છીએ. અમારું કોઈ બાકી બિલ નથી, પરંતુ છેલ્લું બિલ જે આવ્યું છે તેનાથી અમને ચિંતા થઈ રહી છે.

ADVERTISEMENT

બિલ સુધરી ગયું, હવે 20 લાખ નહીં ચૂકવવા પડે

મહિલાએ વધુમાં કહ્યું, આ અંગે ગુજરાત વિદ્યુત બોર્ડના અધિકારીને ફરિયાદ કરતાં તેમણે રૂપિયા ભરીને અરજી કરવા જણાવ્યું હતું. હવે એવી સ્થિતિ ઉભી થઈ છે કે અમારો ધંધો બગાડવો પડે છે અને વીજ બોર્ડની કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે. જોકે, આ અંગે અધિકારીને જાણ થતાં તેમણે તાત્કાલિક મીટર રીડરની ભૂલ સુધારી એક કલાકમાં નવું બિલ આપી દેતાં પરિવારને રાહત મળી હતી.
 

    follow whatsapp

    ADVERTISEMENT