નવસારીમાં રથયાત્રામાં મુસ્લિમ સમાજે ભગવાનને હાર પહેરાવી રથ ખેંચ્યો, લાગ્યા ‘જય જગન્નાથ’ના નારા

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની/નવસારી: આજે અષાઢી બીજના અવસરે દેશભરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પણ અમદાવાદ ઉપરાંત અનેક શહેરોમાં ભગવાન જગન્નાથની નગરચર્યાનું આયોજન કરાયું હતું. ત્યારે નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ભગવાન જગન્નાથની 36મી રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રામાં મુસ્લિમ સમાજે ભગવાન જગન્નાથને માળા અર્પણ કરી હતી અને ભગવાનનો રથ ખેંચ્યો હતો. જ્યાં જય જગન્નાથ અને જય શ્રી રામના નારા પણ સંભળાયા હતા.

મુસ્લિમ સમાજે ખેંચ્યો ભગવાનનો રથ
નવસારીના બીલીમોરામાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં કોમી એકતાના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં મુસ્લિમ સમાજના આગેવાનો ભગવાનનું સ્વાગત કરવા માટે આગળ આવ્યા હતા અને ભગવાન જગન્નાથને હાર પહેરાવ્યો હતો. સાથે જ જય જગન્નાથના નારા પણ લગાવ્યા હતા અને રથ ખેંચ્યો હતો.

ADVERTISEMENT

સુરત રેન્જ આઈજી પિયુષ પટેલે બીલીમોરા નગરથી રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને હિન્દુ-મુસ્લિમ રમખાણોના કારણે રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મીટીંગ યોજી હતી. ડીવાયએસપી, 3 પીઆઈ, 3 પીએસઆઈ, 54 પોલીસ કોન્સ્ટેબલો, 54 પોલીસ કોન્સ્ટેબલો હાજર રહ્યા હતા. 80 હોમગાર્ડ, જીઆરડી અને ટીઆરબીના જવાનો ગોઠવાયા હતા.

ADVERTISEMENT

નવસારીમાં ઈસ્કોન મંદિર, સ્વામિનારાયણ મંદિર અને રણછોડરાય મંદિર સહિત અનેક સ્થળોએ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વત્ર શાંતિપૂર્ણ રથયાત્રાઓ નીકળી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT