Navsari: સાળાના લગ્નમાં ગિફ્ટ આપવા મામલે પત્ની સાથે ઝઘડો થતા પતિએ આપઘાત કરી લીધો
નવસારીમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ આપઘાત કરી લીધો. સાળાના લગ્નમાં ગિફ્ટ આપવા મુદ્દે સાસરીમાં પત્ની સાથે ઝઘડો થયો હતો. આપઘાત પહેલા વીડિયો કોલ…
ADVERTISEMENT
- નવસારીમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ આપઘાત કરી લીધો.
- સાળાના લગ્નમાં ગિફ્ટ આપવા મુદ્દે સાસરીમાં પત્ની સાથે ઝઘડો થયો હતો.
- આપઘાત પહેલા વીડિયો કોલ કરીને દીકરીનું મોઢું જોયું અને પછી ફાંસો ખાધો.
Navsari News: નવસારીમાં ઘરેલુ કંકાશમાં લાગી આવતા પતિએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. સાળાને લગ્નમાં આપવાની ગિફ્ટ બાબતે યુવકનો પત્ની સાથે ઝઘડો થયો હતો, આ બાદ સાસરીથી પોતાના ઘરે આવીને તેણે મિત્રને વીડિયો ફોન કર્યો હતો અને દીકરીનું મોઢું જોયું હતું. બાદમાં યુવકે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
સાળાના લગ્નની તૈયારી વચ્ચે બનેવીનો આપઘાત
વિગતો મુજબ, નવસારીના ચીખલી તાલુકામાં આવેલા રાનવેરીકલ્લા ગામમાં રહેતા 39 વર્ષના વિપુલ પટેલના લગ્ન બામણવેલની અંજલીબેન સાથે થયા હતા. વિપુલના સાળાના લગ્ન હતા, જેને લઈને તૈયારી ચાલી રહી હતી. સાળાના લગ્ન પહેલા ગ્રહશાંતિ હતી, જેમાં રવિવારે રાત્રે તેને ગિફ્ટ શું આપવી તેને લઈને અંજલીબેન અને તેના પતિ વિપુલ વચ્ચે ઝઘડો થયો હતો. આ બાદ વિપુલ બામણવેલ ગામથી પોતાના ઘરે પાછો આવી ગયો હતો.
દીકરીનું મોઢું જોઈને આપ્યા પ્રાણ
આ બાદ બીજા દિવસે સવારે વિપુલે પોતાના મિત્રને વીડિયો ફોન કર્યો હતો અને દીકરીનું મોઢું જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મિત્રએ દીકરીનું મોઢું બતાવતા વિપુલે ‘હું જાઉં છું’ કહેતા પત્નીને શંકા ગઈ હતી. આથી અંજલીએ ગામમાં રહેતા અન્ય વ્યક્તિને ફોન કર્યો હતો અને વિપુલના ઘરે જવા માટે કહ્યું હતું. ત્યાં જઈને જોતા વિપુલે ફાંસો ખાઈ લીધો હતો. આ અંગે અંજલીને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક વિપુલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT