નવસારીમાં લવ જેહાદના આરોપી અસીમ શેખની પોલીસે પરેડ કરાવી, લોકોએ લગાવ્યા જયશ્રી રામના નારા

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની/નવસારી: નવસારી જિલ્લા પોલીસે લવ જેહાદના મુખ્ય આરોપી વિધર્મી અસીમ શેખની ધરપકડ કરી ખેરગામ ગામની વચ્ચે તેનું સરઘસ કાઢ્યું હતું. પોલીસે પ્રોહિબિશન, રાયોટિંગ, બળાત્કાર અને ધાકધમકી આપવા સહિતના 19થી વધારે ગુનાઓ આચરનારા અસીમ શેખને પોલીસે હાથ જોડીને રસ્તાઓ પર ફેરવ્યો અને ચાર રસ્તા પર તેને ઘૂંટણીએ બેસાડ્યો હતો. આ સમયે ગામ લોકોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા. ગામના મુસ્લિમ સમાજના લોકોએ પણ પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ.

2019થી સગીર યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી
ખેરગામ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, અસીમ શેખે 2019થી એક હિન્દુ સગીર યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે લગ્ન કરવાનું વચન આપીને તેનો ઉપયોગ કર્યો. જ્યારે છોકરીએ તેનો વિરોધ કર્યો તો તેને ધમકાવીને મારપીટ કરી અને ઘણીવાર શારીરિક સંબંધો બાંધ્યા. જ્યારે અસીમને લાગ્યું કે મામલો હિંદુ-મુસ્લિમનો થઈ શકે છે, તો તેણે બીલીમોરામાં રહેતા પોતાના એક એડવોકેટ મિત્ર રોનક પટેલ પાસેથી એફિડેવિટ કરાવીને યુવતી સાથે લગ્ન કરી લીધા.

પોલીસે આરોપીની પરેડ કરાવી
ત્યારપછી જ્યારે યુવતીને લાગ્યું કે, મારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે યુવતીએ તેની માતાને બધી વાત કહી અને પોતાની દીકરીને ન્યાય અપાવવા અને બદમાશોના ચુંગાલમાંથી દીકરીને છોડાવવા માટે ન્યાય મેળવવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ખેરગામમાં દુષ્કર્મના ગુનેગાર અસીમ સામે તમામ ધર્મના હિંદુ-મુસ્લિમોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુનેગારને પકડીને ગામના ચોકમાં પરેડ કરાવીને ઘૂંટણીયે પાડતા ગ્રામજનોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT