નવસારીમાં સગીરાને કિડનેપ કરીને 1 કરોડની ખંડણી માગી, આરોપીઓની 1 ભૂલ અને લખનઉથી પકડાઈ ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Navsari News: નવસારીમાં ગણદેવીમાંથી 14 વર્ષની કિશોરીનું થોડા દિવસ પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ પરિવાર પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા સમગ્ર મામલે LCBએ 3 ટીમો બનાવીને કિશોરીને છોડાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. આરોપીઓનું લોકેશન દિલ્હી-લખનઉ રોડ પરથી મળતા 48 કલાકમાં જ સગીરાને પોલીસે છોડાવી લીધી હતી.

આરોપીએ વોટ્સએપ ફોન કરીને 1 કરોડ માંગ્યા હતા

વિગતો મુજબ, ગણદેવી તાલુકાની સગીરાનું સમીર પઠાણ નામનો યુવક અપહરણ કરીને લઈ ગયો હતો. પરિવારે સગીરાની તપાસ શરૂ કરતા તેની કોઈ ભાળ મળી નહોતી. બાદમાં સગીરાના પિતાને વોટ્સએપ પર ફોન કરીને 1 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. જેથી ગભરાયેલા પરિવારે પોલીસને જાણ કરી હતી. આ બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરતા 48 કલાકમાં જ બાળકીને દિલ્હી-લખનઉ રોડ પરથી સગીરાને છોડાવી લેવામાં આવી હતી.

પોલીસને કેવી રીતે મળી સગીરા?

સગીરાની ભાળ મેળવવા માટે પોલીસે ગૂગલ, વોટ્સએપ, પેટીએમ સહિત વિવિધ બેન્કો તથા મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે મળીને અપહરણકારોની ઓળખ મેળવી. જે ઉત્તર પ્રદેશના હોવાનું જણાયું હતું. આરોપીઓ સુરતથી દાહોદ જવા નીકળ્યા હતા અને દાહોદથી ટ્રેન મારફતે રાજસ્થાન નીકળ્યા હોવાનું જણાતા રાજસ્થાન રેલવે પોલીસનો સંપર્ક કરીને રાજસ્થાનથી દિલ્હી સુધીની તમામ ટ્રેનોમાં તપાસ કરવા માટે કહેવાયું હતું. બાદમાં આરોપીનો વોટ્સએપમાં ફોન આવતા સગીરાના પિતાને લાંબી વાત કરવા કહેવાયું અને દરમિયાન અપહરણકારોનું લોકેશન ટ્રેક થઈ ગયું.

ADVERTISEMENT

હાઈવે પર જતી બસમાંથી પકડાયા આરોપીઓ

અપહરણ કારો બાળકીને દિલ્હીથી બસમાં લખનઉ તરફ લઈ જતા હોવાનું જણાતા ઉત્તર પ્રદેશ ATSની મદદ મેળવીને હાઈવે પર દોડતી બસને રોકાવીને સગીરાને છોડાવાઈ હતી. તથા આરોપીઓ સમીર ખાન પઠાણ, પ્રદીપ ચૌધરી અને અભિષેક ચૌધરીને પકડી લેવામાં આવ્યા હતા. આમ 48 કલાકના સમયમાં જ બાળકીને છોડાવી લેવામાં આવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT