કાળઝાળ ગરમીમાં લોકોની ઠંડક આપવા નવસારીની જૈન સંસ્થા આવી મેદાને, તૈયાર કર્યું પાણીનું પરબ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવસારી: રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે. ગરમીના લીધે જાણે કર્ફ્યૂ જેવો માહોલ થઈ જાય છે. આ દરમિયાન લોકોને અનેક મુશ્કેલી પડે છે. ત્યારે લોકોની આંતરડી ઠારવા માટે તાપમાં એક ગ્લાસ ઠંડુ પાણી મળી જાય તો રાહત થઈ જાય છે. નવસારીના જૈન સંસ્થા અને ગૌ સેવા સંસ્થા દ્વારા પાણીનું વિતરણ ઉનાળામાં લોકોને ટાઢક મળે તે ઉદ્દેશ થી કરવામાં આવે છે, નવસારીના રેલ્વે સ્ટેશનના બંને પ્લેટફોર્મ ઉપર  પાણીના પરબ તૈયાર કરવામાં આવ્યા છે.

એક તરફ રાજ્યભરમાં હિટ વેવની આગાહી છે. આ દરમિયાન નવસારીમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યો છે. આ દરમિયાન લોકોને ઠંડુ પાણી મળે તે માટેની વ્યવસ્થા નવસારીના જૈન સમાજ અને ગૌ સમાજ દ્વારાકરવામાં આવી છે. નવસારીના રેલવે પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર શરીરને ઠંડક મળે કોઈ તરસ્યું ન રહે તે માટે પાણીના તૈયાર કરી અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

માનવતા મહેકાવી
આકરી ગરમી મા લોકોને રાહત મળે તે માટે અનેક જગ્યાએ માનવતા મહેકવતા લોકો જોવા મળે છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં શહેરના માર્ગો અને અલગ કેન્દ્ર પર પાણીનું વિતરણ છાશનું વિતરણ અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. જેમાં નવસારી રેલવે સ્ટેશનથી પણ હજારોની સંખ્યામાં લોકો પસાર થતા હોય છે જેથી તેમના આ પરિસ્થિતિને ધ્યાને રાખીને પણ નવસારીના જૈન સમાજ અને ગૌ સમાજ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

ADVERTISEMENT

ત્રણ વર્ષથી અવિરત સેવા
નવસારીના જૈન સમાજ અને ગૌ સમાજ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારની સેવ પ્રવૃતિ હાથ ધરવામાં આવે છે. અહી પાણીનું પરબ ઉપરાંત અનેક વિધ પ્રવૃત્તિ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. પક્ષીઓ માટે ચણ, પાણી સહિતની અનેક સુવિધા ઊભી કરવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT