નવસારીઃ સરકારી બાંધકામની જગ્યાએ બે બાળકોને લાગ્યો વીજ કરંટ
રોનક જાની.નવસારીઃ નવસારીમાં અગ્રવાલ કોલેજ રોડ પર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઈટ પર રમતી વખતે બે બાળકોને વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી છે. બંને બાળકોને…
ADVERTISEMENT
રોનક જાની.નવસારીઃ નવસારીમાં અગ્રવાલ કોલેજ રોડ પર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઈટ પર રમતી વખતે બે બાળકોને વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી છે. બંને બાળકોને કરંટ લાગતા તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બાળકોને કરંટ લાગતા શિક્ષણાધિકારીની દોટ
નવસારી શહેરના દેવિના પાર્ક વિસ્તારમાં નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના બે બાળકો વીજ કરંટ લાગતા શાળા નજીક ચાલી રહેલી સરકારી બાંધકામની જગ્યા પર વીજ કરંટ લાગતા બે બાળકો ઘાયલ થયા હતા જેમાંથી એકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને વીજ કરંટ લાગવાની જાણ થતાં પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પ્રાથમિક રીતે અનુમાન લગાવાઈ રહ્યું છે કે અહીં માટીના ઢગલા પર ચઢતી વખતે હાઈટેન્શન લાઈનના સંપર્કમાં આવી જતા તેમને કરંટ લાગ્યો હોઈ શકે છે. વિદ્યાર્થીઓને કરંટ લાગતા તુરંત જિલ્લા શિક્ષણાધિકારી પણ સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ તરફ લોકો પણ અહીં ટોળે વળ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT