નવસારીઃ ધોલાઈ બંદરેથી જ્વલનશીલ પ્રવાહીનો મોટો જથ્થો ઝડપાયો, મરીન પોલીસને મળી મોટી સફળતા
નવસારીઃ નવસારી જિલ્લાના ધોલાઈ બંદર ખાતે મરીન પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી સામે આવી છે. ધોલાઈ બંદર ખાતેથી મોટી માત્રામાં જ્વલનશિલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો છે. લગભગ 27…
ADVERTISEMENT
નવસારીઃ નવસારી જિલ્લાના ધોલાઈ બંદર ખાતે મરીન પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી સામે આવી છે. ધોલાઈ બંદર ખાતેથી મોટી માત્રામાં જ્વલનશિલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો છે. લગભગ 27 લાખની કિંમતનો મુદ્દામાલ મરીને ઝડપી પાડ્યો છે અને તેની સાથે કેટલાક આરોપીઓને પણ દબોચી લીધા છે.
માહિતી મળી અને પકડાયું મોટું કન્સાઈન્મેન્ટ
મરીન પોલીસને મળેલી બાતમી મુજબ ધોલાઈ બંદરે એક બોટમાં જ્વલનશીલ પદાર્થ ઉતારવામાં આવશે જે બાતમીને આધારે મુજબ વોચમાં હતા. દરમિયાન બોટ લાંગરતા જ પોલીસે એન્ટ્રી કરી. મરીન પોલીસને જોતા જ ત્યાં હાજર સહુના જાણે મોતીયા મરી ગયા હતા. સર્ચ કરતા બોટમાંથી કુલ 13 બેરલોમાં જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો હતો. મરીન પોલીસએ કુલ જથ્થો અને બોટ મળી 27 લાખ 4 હજાર 750 ની કિંમતના મુદ્દામાલ સાથે આઠ લોકોની અટકાયત કરી છે. જેમાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. મરીન પોલીસે મુદ્દા માલનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી. જ્વલનશીલ પદાર્થ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં આપવાનો હતો એ દિશામાં તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી છે.
(વીથ ઈનપુટઃ રોનક જાની, નવસારી)
ADVERTISEMENT
ADVERTISEMENT