નવસારીઃ ચોમાસામાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરું આયોજન, જાણો સમગ્ર વિગતો

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની.નવસારીઃ ચોમાસામાં ખાસ કરીને જ્યારે ભારે વરસાદ એક સાથે ખાબકે છે ત્યારે નદીઓમાં પૂર આવવાની સ્થિતિને કારણે જનજીવનને ભારે અસર પહોંચતી હોય છે. આ દરમિયાન સામાન્યતઃ બચાવ એજન્સી દ્વારા કામગીરી કરીને લોકોને બચાવવામાં આવતા હોય છે પરંતુ આ એજન્સીની ટુકડીઓ સમયસર લોકો સુધી પહોંચે તેની શક્યતાઓની પણ એક સીમા હોય છે. જે અંતરને ઘટાડવા માટે આજે વધુ એક આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ખાસ કરીને નવસારી અને ડાંગ જિલ્લાને પૂરની સ્થિતિમાં સુરક્ષિત રાખવા માટે કેટલીક આધુનિક ટેક્નોલોજીસ દ્વારા સજ્જ કરવામાં આવ્યું છે. કારણ કે હવે ગુજરાતમાં આ વર્ષના ચોમાસાની એન્ટ્રીને ગણતરીના જ દિવસો બાકી છે.

જમીન સંપાદનને લઈ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ વિફર્યા, રેલી યોજી કર્યા સૂત્રોચ્ચાર

આધુનિક સાધનોની સજ્જતા
ચોમાસા દરમિયાન નવસારી જિલ્લામાં સર્જાતી પુરની પરિસ્થિતિને જોતા અસરગ્રસ્ત ગામો માટે આગોતરા આયોજનરૂપે સાંસદ સીઆરપાટીલની અધ્યક્ષતામાં ગણદેવી તાલુકાના 65 જેટલા ગામોને આપત્તિ સાધન સહાય કીટ વિતરણ કરવામાં આવી છે. આ સાથે નવસારીમાં સર્જાતી પૂરની પરિસ્થિતિ માટે જવાબદાર ડાંગ જિલ્લાનો વધુ પડતો વરસાદ હોય તે અંગે પણ સર્વે કરીને ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તાર ગણાતા નવસારી જિલ્લામાં લોકમાતા અંબિકા, પૂર્ણાં અને કાવેરી નદી ઉપર સર્વે કરીને લોકોને કેવી રીતે સમય પહેલા સતર્ક કરીને ઉગારી શકાય તેની પણ તૈયારી કરવામાં આવી છે. આમ છતાં ઉપરવાસમાં પડતા ભારે વરસાદને કારણે નદીઓમાં આવતું પાણી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે અને રેલનું સંકટ ઊભું થાય તેવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે સ્થાનિક કક્ષાએ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર અને નવસારી વહીવટી તંત્ર દ્વારા ગણદેવી તાલુકાના 65 ગામો માટે આધુનિક સાધનથી સજ્જ 5 બોટ અને અન્ય 65 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત વધુ 5 બોટની વ્યવસ્થા કરવાની પણ જાહેરાત કરી છે. નવસારી સાંસદ સીઆરપાટીલે ગુજરાત સરકારના આ કામની સરાહના કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT