દાંડી બીચ પર ન્હાવા પડેલા સુરતના 6 યુવકો દરિયામાં ખેંચાયા, 5 ગાર્ડે કર્યું રેસ્ક્યૂ- Video
નવસારીઃ નવસારીના ઐતિહાસિક મીઠાના સત્યાગ્રહ વાળા દાંડી સ્મારકને જોવા આવેલા સુરતના યુવાનો દરિયામાં ન્હાવા પડ્યા હતા અને અચાનક દરિયામાં ખેંચાવા લાગ્યા હતા. છ યુવાનો અચાનક…
ADVERTISEMENT
નવસારીઃ નવસારીના ઐતિહાસિક મીઠાના સત્યાગ્રહ વાળા દાંડી સ્મારકને જોવા આવેલા સુરતના યુવાનો દરિયામાં ન્હાવા પડ્યા હતા અને અચાનક દરિયામાં ખેંચાવા લાગ્યા હતા. છ યુવાનો અચાનક પાણીમાં ગરકાવ થવા લાગતા ગાર્ડ્ઝ દ્વારા તુરંત તેમનો બચાવ કરવાની તજવીજ હાથ ધરી હતી. ઉનાળુ વેકેશનમાં દરિયાકાંઠે, નદી કાંઠે જતા લોકો માટે આવા બનાવો ચેતવણી રૂપ છે. આ યુવાનોના સદભાગ્ય કે તેમને તુરંત મદદ પણ મળી અને તેમને બચાવી લેવાયા હતા. લોકોએ પણ તેમનો બચાવ થતા હાંશકારો અનુભવ્યો હતો.
IPL 2023 ની આ છે બેસ્ટ ઇલેવન… વિરાટ કોહલી-રિંકુ સિંહ સહિત આ ખેલાડીઓ સામેલ
ફરવા આવ્યા અને મોતનો થયો સાક્ષાત્કાર
સુરત જિલ્લાના મહુવા તાલુકાના વલવાડા ગામના 6 યુવકો નવસારીના ઐતિહાસિક મીઠા સત્યાગ્રહના દાંડી સ્મારકને જોવા આવ્યા હતા. જ્યાં દાંડી બીચ પર તેઓ નહાવા માટે ગયા હતા. ન્હાવા ગયેલા તમામ યુવકો અચાનક દરિયાની ઉંડાઈમાં ખેંચાવા લાગ્યા અને જોત જોતામાં ડૂબવા લાગ્યા હતા. ગાર્ડ્ઝ પણ યુવાનોને બચાવવા દોડી ગયા હતા, જ્યાં મરીન હોમગાર્ડના 5 જવાનોએ ઊંડા પાણીમાં કૂદીને બચાવ કામગીરી હાથ ધરી હતી અને લાઇફ જેકેટની મદદથી તમામ 6 ડૂબતા યુવાનોને બચાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં વેકેશન અને ખાસ કરીને ઉનાળાની સીઝન છે તેથી લોકો નદી, દરિયા, ઝરણાં વગેરે હોય તેવા સ્થાનો પર ફરવાનું પસંદ કરે છે. તેવામાં પાણીમાં ન્હાવાથી પોતાને કેવી રીતે રોકી શકે? જોકે ન્હાવામાં વાંધો કોઈ જ હોય નહીં પરંતુ ખાસ કરીને પોતાની અને પોતાના પરિવારની તકેદારી અવશ્ય રાખવી જરૂરી છે. વેકેશનના ટાંણે ક્યાંક કોઈ દુખદ ઘટના ન બની જાય તેની ખાસ તકેદારી જરૂરી છે. હાલમાં એવી ઘણી ઘટનાઓ બની છે, પોળો ફોરેસ્ટ હોય કે, ધારીનો ડેમ, લોકો ડૂબીને મૃત્યુ પામ્યા ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે. સેલ્ફી લેવાના ચક્કરમાં, રિલ બનાવવાના ચક્કરમાં જોખમ ન નોતરી દેતા તેનું ખાસ ધ્યાન આપવું પડશે.
ADVERTISEMENT
(ઈનપુટઃ રોનક જાની, નવસારી)
ADVERTISEMENT