નવસારીઃ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનના કાફલા સામે BJP કાર્યકરોએ લગાવ્યા ‘મોદી.. મોદી..’ નારા, Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવસારીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રજાને આકર્ષવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે નવસારીમાં મોટી જનમેદનીને સંબોધવાના છે તે પહેલા જ્યારે તેઓ નવસારીના ચીખલી પાસેથી કારમાં કાફલા સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે સભા સ્થળે જતા પહેલા રસ્તામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કાળા વાવટા ફરકાવાયા હતા અને વિરોધ નોંધાવાયો હતો.

ભાજપે ફરકાવ્યા કાળા વાવટા અને નારા લગાવ્યા…
નવસારીમાં આજે ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ મોટી જનસભાને સંબોધવાના છે. તેઓ સભા સ્થળ પર પોતાના કાફલા સાથે જઈ રહ્યા હતા. દરમિયાન નવસારીના ચીખલી ખાતેના ખુડવેલ અને ગોલવાડ સહિતના વિસ્તારોમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપ કાર્યકરો દ્વારા કાળા વાવટા ફરકાવાયા હતા અને મોદી મોદી…. તથા કેજરીવાલ ચોર જેવા નારા લગાવ્યા હતા. જેના કારણે સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. જુઓ આ વીડિયો…


(વીથ ઈનપુટઃ રોનક જાની, નવસારી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT