નવસારીના નિવૃત્ત PSI, પત્ની અને પુત્રની અમેરિકામાં ગોળી મારીને હત્યા, દોહિત્રએ જ ખેલ્યો ખૂની ખેલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Navsari News: અમેરિકામાં 3 ગુજરાતીઓની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. પતિ-પત્ની અને પુત્રની ઊંઘમાં જ ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી અને ગોળી ચલાવનાર અન્ય કોઈ નહીં પરંતુ મૃતક દંપતીનો 23 વર્ષનો દોહિત્ર હોવાનું જ સામે આવ્યું છે. અમેરિકાના ન્યૂજર્સીમાં બનેલી આ ઘટનામાં પોલીસે હત્યાના આરોપી 23 વર્ષના ઓમ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી લીધી છે.

અમેરિકામાં પુત્રને ઘરે ગયા અને દોહિત્રએ હત્યા કરી નાખી

વિગતો મુજબ, બીલીમોરામાં PSI તરીકે ફરજ બજાવી ચૂકેલા દિલીપ બ્રહ્મભટ્ટ પોતાની પત્ની અને પુત્ર યશ અને પુત્રી રિન્કુ સાથે આણંદમાં નિવૃત્ત જીવન વિતાવતા હતા. યશે બીલીમોરામાં પ્રાથમિક શિક્ષણ બાદ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કર્યો અને બાદમાં અમેરિકામાં સ્થાયી થયો. તેણે અહીં જ ભારતીય મૂળની યુવતી સાથે લગ્ન કર્યા હતા. દિલીપ બ્રહ્મભટ્ટ ઘણીવાર અમેરિકા પુત્રના પાસે રહેવા જતા. પુત્રી રિંકુના આણંદમાં લગ્ન કર્યા, જોતે પતિના અવસાન બાદ તે પિતા સાથે રહેતી અને તેને એક પુત્ર ઓમ છે. જેને અમેરિકા ભણવા માટે મૂક્યો હતો.

ઊંઘમાં જ લમણા પર ગોળી ચલાવી

બે દિવસ પહેલા કોણ અગમ્ય કારણોસર દોહિત્ર ઓમે ભરઊંઘમાં રહેલા નાના દિલીપ બ્રહ્મભટ્ટ, નાની ઈન્દુબેન તથા મામા યશ પર ગોળી ચલાવીને હત્યા કરી નાખી હતી. ઊંઘમાં ત્રણેયની હત્યાથી પરિવારજનો પણ આઘાતમાં છે. જોકે હજુ સુધી દોહિત્રએ શા માટે ઊંઘમાં નાના-નાની અને મામાની હત્યા કરી નાખી તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. બીજી તરફ અમેરિકાના ન્યૂજર્સી પોલીસે હત્યાના આરોપી ઓમની ધરપકડ કરી લીધી છે.

ADVERTISEMENT

(ઈનપુટ: હેતાલી શાહ, આણંદ)

    follow whatsapp

    ADVERTISEMENT