નવસારીમાં AAP કાર્યકરને ફટકારી રિલ બનાનારાઓને કરાવાઈ ઉઠક-બેઠકઃ લોકો બોલ્યા ‘પોલીસ જીંદાબાદ’
નવસારીઃ ઈન્સ્ટાગ્રામ પર ‘સર્વ શક્તિમાન’ મ્યુઝિક પર રિલ બનાવી એક આમ આદમી પાર્ટીના નેતાને બે દિવસ પહેલા કેટલાક શખ્સોએ ઢોર માર માર્યો હતો. જેમાં તેમને…
ADVERTISEMENT
નવસારીઃ ઈન્સ્ટાગ્રામ પર ‘સર્વ શક્તિમાન’ મ્યુઝિક પર રિલ બનાવી એક આમ આદમી પાર્ટીના નેતાને બે દિવસ પહેલા કેટલાક શખ્સોએ ઢોર માર માર્યો હતો. જેમાં તેમને ઘણી ઈજાઓ થઈ હતી. આ રિલ બનાવીને તેમણે ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તે તમામને પોલીસે ઝડપી પાડ્યા હતા અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત પોલીસે તેમનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું. જે વખતે લોકો બોલી ઉઠ્યા હતા કે નવસારી પોલીસ જીંદાબાદ.
લોખંડની પાઈપ વડે જીવલેણ હુમલો
નવસારીમાં પોતાની ધાક જમાવતી છબી ઊભી કરવા જતા ત્રણ શખ્સોને ભારે પડી ગયું છે. વર્ષ 2021માં નવસારી વિજલપોર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 11માં AAPના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર નવસારી આમ આદમી પાર્ટીના કાર્યકર ગોપાલ જગતાપ ઉર્ફે ગોપાલ મસાલાવાલાને ત્રણ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. માર માર્યા બાદ ઈન્સ્ટાગ્રામ પર રિલ વીડિયો અપલોડ કર્યો હતો જે વાયરલ થયો હતો. લોખંડની પાઈપ વડે જીવલેણ હુમલો કર્યા બાદ ફોન કરીને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. જેના કારણે શહેરમાં ભારે ચર્ચા જાગી છે. ગોપાલને પગમાં ગંભીર ઈજા થતાં સારવાર માટે નવસારીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટના અંગે નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
ભારતીય શાસ્ત્રીય સંગીત અને કલાના સંરક્ષણ પર પણ G20 દેશો વચ્ચે પ્રથમ વખત ચર્ચા
પોલીસ આ ત્રણેય ગુંડાતત્વોને દબોચી લાવી હતી. પોલીસે આજે ગુરુવારે આ શખ્સોનું સરઘસ કાઢ્યું હતું. ત્રણેયને જોવા મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. જેટલી છાતિ રિલમાં કાઢતા દેખાયા હતા તેટલું સરઘસમાં માથું નમાવીને ચાલતા જોવા મળ્યા હતા. જેને જોઈને લોકો પણ પોલીસની જયજયકાર કરવા લાગ્યા હતા.
ખાસ નોંધઃ પોલીસે કરેલી જાહેર સરભરાના પણ દૃશ્યો અહીં દર્શાવ્યા છે, પણ ગુંડાતત્વોની રિલનો વીડિયો અત્યંત વિચલિત કરી દેનારો છે તેના કારણે તે અહીં દર્શાવ્યો નથી
ADVERTISEMENT
પકડાયેલા આરોપીઓના નામ
ADVERTISEMENT
1) સિદ્ધુ થોરાટ
2) આકાશ આમરે
3) મયુર ઉર્ફે કોક્રોચ ની
(ઈનપુટ, રોનક જાની, નવસારી)
ADVERTISEMENT