Navasari News: 19 વર્ષની યુવતીનો બાથરૂમમાં આપઘાત, દુપટ્ટાથી ખાધો ફાંસો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Navasari News: નવસારીમાં એક 19 વર્ષની યુવતીએ પોતાના ઘરે ફાંસો ખાઈ લીધાની ઘટના બની છે. આ યુવતીએ 19 વર્ષની નાની ઉંમરે પોતાનો જીવ ટુંકાવ્યાની ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવતીના આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

અડધા કલાક સુધી કોઈ જવાબ ના આપ્યો તો…

નવસારીના ગણદેવી રોડ પર આવેલી વસંત વિહાર સોસાયટીમાં રહેતી 19 વર્ષની યુવતી ભૂમિકા ચૌધરીએ પોતાના ઘરે આપઘાત કરવા જેવું ગંભીર પગલું લીધું હતું. તેણે પોતાના ઘરના બાથરૂમમાં આપઘાત કરી લીધો હતો. જોકે પરિવાર આ ઘટનાથી અજાણ હતો. અડધા કલાકથી વધુ સમય સુધી બાથરૂમમાંથી કોઈ અવાજ ન આવતાં દરવાજો ન ખૂલતાં પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. બનાવની જાણ થતાં નવસારી ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો. મૃતકને તેમની કસ્ટડીમાં લઈ પી.એમ.નવસારી સિવિલમાં ફરિયાદ નોંધાવી છે. લાશને હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા પછી પરિવારને અંતિમવિધિ માટે મુકાઈ છે. ચૌધરી પરિવારની ચાર બહેનોમાં સૌથી નાની ભૂમિકા ચૌધરીએ આપઘાત કરવાનું કારણ સ્પષ્ટ થયું નથી.હાલ પોલીસ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

(રોનક જાની, નવસારી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT