સાત ધોરણ પાસ નટુકાકાએ બનાવી અનોખી બાઇક, સોશિયલ મીડિયામાં થઈ ભારે વાયરલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ, સુરત: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી રિંગ બાઇકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોને લઈ લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. જેમાં એક બાઇક રિંગ પર ચાલી રહ્યું હતું. આ રિંગ બાઈક અઠવા ઝોન ઓફિસની બાજુમાં આવેલા શ્રીકૃષ્ણ ગેરેજના માલિક નટુભાઈએ બનાવી છે. ગેરેજ ચલાવતા નટુભાઈ પટેલ માત્ર 7 ચોપડી ભણેલા છે. પરંતુ પોતાના પ્રયોગો કરવાની મથામણે તેમને ફરી એકવાર સફળતા અપાવી છે.

સુરત ના અઠવા વિસ્તાર મા ઓટો ગેરેજ ચલાવતા નટુભાઈ પટેલને નાનપણથી જ કઈંક અલગ કરવાનું ગમતું હતું. નટુ પટેલએ શરૂવાત મા એક નોર્મલ સાઇકલને બેટરી સાઇકલમાં ફેરવી હતી. જે જોઈને એમને એક ઇલેક્ટ્રિક કંપનીમાં નોકરી પણ મળી ગઈ. ધો. 7 ભણેલા 64 વર્ષના નટુ પટેલે બાઇક તથા કારમાં નવા નવા પ્રયોગ કરતા રહે છે. તેમણે એક ઇલેક્ટ્રિક રીંગ બાઇક બનાવી છે.આ બાઇકને બનાવતા 4 મહિનાનો સમય લાગ્યો હતો.જેની સંપૂર્ણ ડિઝાઇન તેમણે જાતે જ કરી છે.ઇલેક્ટ્રિક બેટરી કીટ, સ્ટીલની પાઇપ, બાઇકના જમ્પર અને બેલન્સ માટે ઘણાં ટેસ્ટ કર્યા ત્યારે તેને બેલેન્સ કરી શક્યા.રિંગ બાઇક બનાવા માં 80 હજારથી વધુનો ખર્ચો થયો છે.

42 વર્ષથી મિકેનિકનું કામ કરે છે

નટુકાકાના નામે ઓળખાતા નટુભાઈ પટેલ છેલ્લા 42 વર્ષથી મિકેનિક તરીકે પોતાનું કામ કરી રહ્યા છે.આ રિંગ બાઈક બનાવવા માટે તેમણે દિવસ રાત મહેનત કરી ત્યારે આ બાઈક બનાવી છે.નટુભાઈએ આ બાઈકની સર્વપ્રથમ ડિઝાઇન બનાવી હતી. ડિઝાઇન બનાવ્યા બાદ કબાડી માર્કેટમાંથી થોડો થોડો સામાન લાવ્યા બાદ બાઈકને બનાવવાની શરૂઆત કરી હતી.આ બાઈકને બનાવવા માટે તેમણે નાની લિથિયમ બેટરીનો ઉપયોગ કર્યો છે.લિથિયમ બેટરી એકવાર ચાર્જ કરવાથી 30 કિલોમીટર ચાલે છે. લીથીયમ બેટરીને ચાર્જ કરવાનો સમય એક કલાક જેવું લાગે છે. એક યુનિટ કરતાં પણ ઓછી વીજળીમાં આ બેટરી ચાર્જ થઈ જાય છે.

ADVERTISEMENT

રસ્તા પર નીકળતા લોકોમાં ભારે કુતૂહલ

નટુભાઈ જ્યારે આ બાઈક લઈને સુરતના રસ્તા ઉપર નીકળે છે ત્યારે લોકો કુતુહલતા સાથે આ બાઈક અને જુએ છે. નટુભાઈ રસ્તા વચ્ચે જતા હોય ત્યારે લોકો તેમની પાસે આ રિંગ બાઇક રોકાવીને એક વખત રાઉન્ડ પણ માગતા હોય છે. અને જ્યારે પણ તેઓ રસ્તા પરથી નીકળે ત્યારે લોકો સોશિયલ મીડિયામાં અપલોડ કરવા માટે તેના વીડિયો પણ બનાવતા હોય છે.

    follow whatsapp

    ADVERTISEMENT