નરોડા ગામ કેસઃ કોઈને જીવતા સળગાવી દેવાયાનું સાબિત થતું નથી, જાણો કેવી રીતે છૂટ્યા આરોપીઓ
ગોપી ઘાંઘર.અમદાવાદઃ ગુજરાતના નરોડા ગામ કાંડમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા પુરાવાના અભાવે તમામ 67 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના મામલામાં હવે 1728 પાનાનો ચુકાદો બહાર આવ્યો છે.…
ADVERTISEMENT
ગોપી ઘાંઘર.અમદાવાદઃ ગુજરાતના નરોડા ગામ કાંડમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા પુરાવાના અભાવે તમામ 67 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના મામલામાં હવે 1728 પાનાનો ચુકાદો બહાર આવ્યો છે. આ ચુકાદામાં સ્પેશિયલ કોર્ટના જજ શુભદા બક્ષીએ ભાજપના પૂર્વ મંત્રી માયા કોડનાની, VHP નેતા ડો. જયદીપ પટેલ, બાબુ બજરંગી, ભાજપના બે કોર્પોરેટરો સહિત 67 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે આ કેસના ચુકાદામાં ઘણી મહત્વની વાતો કહી છે. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે શું આરોપીઓએ કાવતરું ઘડ્યું, ગેરકાયદેસર રીતે એકઠાં થયા કે કોઈને જીવતો સળગાવીને મોત નીપજ્યું, આવી કોઈ વાત અહીં સાબિત થતી નથી. જેના કારણે તમામ નિર્દોષ છોડી દેવાયા છે.
તપાસ એક તરફી કરવામાં આવીઃ કોર્ટ
કોર્ટે પોતાના નિર્ણયમાં તપાસ એજન્સીની ઝાટકણી કાઢી છે, ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર મામલે તપાસ એજન્સીએ વધારે તપાસ કરી હોય તેવું લાગતું નથી. વળી, જ્યારે તપાસ એજન્સી તપાસમાં સ્વતંત્ર હોય ત્યારે કોઈ પણ સમુદાય કે જ્ઞાતિએ મદદ કરવી પડે છે. જેની એક તરફી તપાસ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. તપાસ એજન્સી પાસેથી નિર્ભય, ન્યાયી અને તટસ્થ તપાસની અપેક્ષા છે. પરંતુ પુરાવા તરીકે જે રેકર્ડ રજૂ કરવામાં આવ્યા છે તે જોતા એવું લાગે છે કે નિર્ભય, ન્યાયી તપાસને સમર્થન મળતું નથી. તેમજ નરોડા ગામની ઘટનામાં 21 એલપીજી ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાનું નિવેદન ઘરના માલિક દ્વારા આપવામાં આવ્યું હતું, પરંતુ તેને લગતા કોઈ પુરાવા એકત્ર કરવામાં આવ્યા નથી.
KL રાહુલ અને આ ખેલાડી IPL 2023માંથી બહાર થયા, WTC ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
માયા કોડનાની અંગે શું છે ચુકાદામાં?
માયા કોડનાની અંગે ચુકાદામાં લખવામાં આવ્યું છે કે માયા કોડનાનીને 28મીએ સવારે કહેવામાં આવ્યું હતું કે સોલા સિવિલ હોસ્પિટલ જે ગોતા પાસેના ટાવર લોકેશનમાં હતી તેવું બતાવાયું હતું. તેના કોલ ડિટેઈલ્સને જોતા ડો. કોડનાની નરોડા ગામની આસપાસ નથી. કોર્ટે કહ્યું કે, એસઆઈટીની ટીમે સાક્ષીના નિવેદનને વગર કોઈ તપાસ કર્યે સીધું જ ચાર્જશીટની અંદર ઉપગોયમાં લેવાયું છે.
ADVERTISEMENT
બાબુ બજરંગીના સ્ટીંગ ઓપરેશનને માન્ય ન ગણાયું
કોર્ટે પોતાના જજમેન્ટમાં એ પણ કહ્યું છે કે, નરોડા ગામમાં જે ચાર લોકોના સળગી જવાના કારણે મોત થયાની બાબત હતી તેમને જીવતા સળગાવાયા નથી. પણ, ત્યાં જ રહેનારા રફીક નડીયાદી અને અબ્દુલ જીવાકે ઘર પર મુકેલા ફટાકડાના કારણે આગ લાગી હતી અને ત્યાં રૂની દુકાન આવેલી હોવાના કારણે આગ વધુ ફેલાઈ હતી. તેવામાં લાગેલી આગમાં ચાર લોકોના મોત થઈ ગયા. આ રીતે ગુડલક ટાયર વાળા મોહંમદ રફીક અને તેના પુત્ર અલગાઉદ્દીન, સાથે જ અબ્દુલ સતાર અને મદીના બેનનું ઘરમાં સળગીને મોત થયું હોવામાં પણ તપાસ એજન્સી એ સાબિત કરી શકી નથી કે તેમની મોત જીવતા સળગાવવાના કારણે થઈ છે.
બીજી બાજુ બાબુ બજરંગીના સ્ટિંગ ઓપરેશનને પણ પુરાવા તરીકે માનવામાં આવ્યું નથી. કોર્ટે બાબુ બજરંગીના સ્ટિંગ ઓપરેશનને પણ માન્યું નથી. સ્ટીંગ ઓપરેશન તરીકે રજુ કરવામાં આવેલા રેકોર્ડ, તેના સાધન સામગ્રી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ન હતા. જે કારણે તેને રેકોર્ડ પર નથી લેવામાં આવ્યું.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT