બોડેલીમાં મહિલાઓ દારુના અડ્ડા પર તૂટી પડીઃ ભઠ્ઠો તોડી નાખ્યો, પોલીસને માહિતી મળતા…

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદાઃ બોડેલી ખાતે જોજવા ગામમાં દેશી દારુના અડ્ડા ઉપર મહિલાઓ દ્વારા ગુરુવારે સાંજે ભારે ઉહાપોહ મચાવાયો હતો. મહિલાઓ એટલી ગુસ્સામાં હતી કે તેમણે દારુના ભઠ્ઠા તોડી નાખ્યા હતા. મહિલાઓ મોટી સંખ્યામાં દારુના અડ્ડા પર પહોંચી જતા ભારે ચકચાર મચી ગઈ હતી. પોલીસને આ ઘટનાની જાણ થતા તુરંત સ્થળ પર દોડી ગઈ હતી.

મહિલાઓએ દારુના ભઠ્ઠા તોડી પાડ્યા
બોડેલી ખાતે જોજવા ગામમાં છેલ્લા કેટલાક સમયથી દારુના અડ્ડાઓને કારણે મહિલાઓ પરેશાન હતી. તેઓ અહીં દારૂના થઈ રહેલા બિન્દાસ્ત વેપલાથી કંટાળી ચુકી હતી. આ ધંધાને બંધ કરાવવા હવે તેઓ પોતે જ મેદાને ઉતરી ગઈ હતી. ગુરુવારે સાંજે કેટલીક મહિલાઓ અને 50 જેટલા ગ્રામજનો મળીને આ અડ્ડા પર દોડી આવ્યા હતા. અહીં તેમણે દારુના અડ્ડા પર ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મામલો ત્યાં સુધી પહોંચી ગયો હતો કે મહિલાઓએ અહીં રાખવામાં આવેલા દારુના ભઠ્ઠા પણ તોડી નાખ્યા હતા. મહિલાઓ દ્વારા દારુના અડ્ડા પર કરવામાં આવેલા ઉહાપોહની વિગતો પોલીસને મળતા તેઓ તાત્કાલીક ધોરણે ત્યાં દોડી આવ્યા હતા અને કાર્યવાહી શરૂ કરી હોવાની વિગતો મળી રહી છે. જોકે હજુ સુધી આ અંગે સત્તવાર વિગતો મળી રહી નથી.

(વીથ ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT