શું PM મોદીને ખુશ કરવા ગુજરાતના ચાર જિલ્લા બરબાદ કરી નંખાયા? આક્ષેપનો સરકારે શું જવાબ આપ્યો

Krutarth

ADVERTISEMENT

Man made disaster
Man made disaster
social share
google news

અમદાવાદ : મધ્યપ્રદેશમાં અને મધ્યગુજરાતમાં વરસાદ ભરપુર વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમ ભરાતા પાણી છોડાયું છે. જેના પગલે નર્મદા નદી ગાંડીતુર બની છે. પાણીના પ્રવાહના કારણે વડોદરા, નર્મદા, ભરૂચ સહિત નર્મદા નદીના કિનારે રહેલા તમામ જિલ્લા અને તાલુકાઓ પર થયું છે. 11 હજારથી વધારે લોકોને પ્રભાવિત થયા છે. કાંઠા વિસ્તારના કેટલાક ગામડાઓમાં એક માળ જેટલું પાણી છે. સમગ્ર રાજ્યનું તંત્ર એલર્ટ પર છે.

કિનારાના વિસ્તારમાં હાહાકાર અનેક 11 હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા

બીજી તરફ નર્મદાનું જળ સ્તર એટલા ભયજનક સ્તરે વહી રહ્યું છે કે, સુરત તરફ જતા ગોલ્ડન બ્રિજ, આ ઉપરાંત મુંબઇ અમદાવાદ હાઇવે પણ અનેક સ્થળો પર બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત અમદાવાદ મુંબઇનો રેલવે વ્યવહાર પણઠપ્પ છે. અનેક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે તો કેટલીક ટ્રેનને રદ્દ કરવામાં આવી છે. કેટલાકને શોર્ટ રૂટ કરવામાં આવી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

પીએમ મોદીને ખુશ કરવા માટે સેંકડો લોકોના જીવ ત્રાજવે નાખી દેવાયા: શક્તિસિંહ

જો કે આટલા ભયાનક પુર પાછળનું કારણ તમે જાણશો તો ચોંકી ઉઠશો. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. શક્તિસિંહે આક્ષેપ કર્યો કે, વડાપ્રધાન મોદીને ખુશ કરવા માટે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓને બરબાદ કરી નાખવામાં આવ્યા. પીએમનો જન્મ દિવસ આવી રહ્યો હોવાથી દર વર્ષે જાણે કે ગુજરાતને બરબાદ કરવાનો શિરસ્તો બની ગયો છે. પ્રતિવર્ષ નર્મદામાં નવા નિરના વધામણાના નામે ડેમને પહેલા ટોચ સુધી ભરવામાં આવે છે. પછી પાણી એક સાથે ભયજનક રીતે છોડવામાં આવે છે. જેથી પીએમ મોદીનો જન્મ દિવસ તો ઉજવાય છે પરંતુ ગુજરાતીઓની બરબાદી અને ગુજરાતને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે.

ADVERTISEMENT

ચાપલુસી કરવા માટે સરકારથી માંડીને અધિકારીઓ એક પગે ઉભા રહે છે

ADVERTISEMENT

નર્મદા ડેમ ઓવરફ્લો થવા મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહે કહ્યું કે, ખુબ જ દુખની બાબત છે કે, નર્મદા ડેમમાંથી એક સાથે 17 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પહેલાથી જ તબક્કાવાર કેમ છોડવામાં ન આવ્યું. પીએમને ખુશ કરવા માટે ટર્બાઇન સહિત પાણીનો નિકાસ બંધ કરી દેવામાં આવ્યું હતું. એક સાથે 18.2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. જેના કારણે નર્મદા અને ભરૂચના અનેક વિસ્તારોમાં તો 2-2 માળ ડુબી જાય તેટલું પાણી ભરાઇ ગયું છે. લોકો ધાબા પર રહેવા મજબુર છે. ખેડૂતો પાયમાલ થઇ ચુક્યા છે. પીએમના જન્મ દિવસ અને નર્મદાના નીરના વધામણાના નાટક કરવાનું બંધ કરીને પહેલાથી પદ્ધતીસર પાણી છોડવામાં આવ્યું હોત તો આ ન થયું હોત. એક અઠવાડીયાથી ડેમમાં પાણી વધી રહ્યું હતું તેમ છતા પણ એક ટીપુ પાણી ન છોડવામાં આવ્યું. પીએમના જન્મ દિવસ નિમિત્તે નાગરિકોના જીવન બરબાદ થઇ જાય તેવી ઉજવણી ન કરવી જોઇએ. હાલમાં ગુજરાતની જે સ્થિતિ છે તે કુદરતી નહી પરંતુ માનવ સર્જીત હોનારત છે.

આમ આદમી પાર્ટીએ પણ લગાવ્યા ગંભીર આક્ષેપ

આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા અને ઇસુદાન ગઢવીએ પણ આ જ પ્રકારના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. તેમણે પણ આક્ષેપ લગાવ્યો કે, પીએમ મોદીના જન્મ દિવસના તાયફામાં ગુજરાતના 11 હજાર લોકો ઘર હોવા છતા રઝળી પડ્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કરોડો રૂપિયાના જાનમાલનું નુકસાન થયું છે. આ બધાની પાછળનું કારણ માત્ર જન્મ દિવસ અને નર્મદાના નીરના નામે કરવામાં આવતા તાયફા છે. જેનું ફળ આજે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ ભોગવી રહ્યા છે. પીએમ મોદીને ખુશ કરવા માટે ગુજરાત સરકાર અને ગુજરાતના અધિકારીઓએ તાયફા કરવાનું બંધ કરી દેવું જોઇએ.

સરકારના પ્રવક્તાની સ્પષ્ટતા

આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષીકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, ઉપરવાસમાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે દોઢ દિવસમાં નર્મદા ડેમમાં 22 લાખ ક્યુસેક પાણીની આવક થઇ હતી. તેમ છતા પણ ડેમમાંથી માત્ર 18 લાખ ક્યુસેક જ પાણી છોડાયું હતું. આ માનવસર્જિત આફત નથી પરંતુ કુદરતી આફત જ છે. આવા મુદ્દાઓ પર વિપક્ષે રાજનીતિ ન કરવી જોઇએ. આ એવો સમય છે જ્યારે પક્ષા પક્ષી છોડીને ગુજરાત પર આવેલી આફત સામે તમામે એક થઇને લડવું જોઇએ. ઋષીકેશ પટેલે કહ્યું કે, માનવ સર્જિત આફતનું નામ આપીને વિપક્ષ રાજનીતિક લાભ મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT