નર્મદાઃ લોકોની મદદ માટે પોલીસે ઉઠાવી કુહાડી, ઠેરઠેર થઈ રહી છે કામગીરીની સરાહના

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ નર્મદા જિલ્લાના વડું મથક રાજપીપળા વાવડી ચોકળી પાસે એક બાવળનું વૃક્ષ ધરસાયી થતા 3 બાઇક સવારોને ઇજા પહોંચી હતી. અન્ય કોઈ વાહન ચાલકને ટ્રાફિકની સમસ્યાના નડે તે માટે નર્મદા જિલ્લા હાઇવે ટ્રાફિકની ટિમ દ્વારા જાતે ઝાડ કાપી હાઇવે ક્લિયર કરવામાં આવ્યો હતો. પોલીસે લોકોની મદદ માટે કુહાડી ઉઠાવી ઝાડ કાપવાની કામગીરી કરતા લોકોએ તે કામગીરીની ભારે સરાહના કરી છે.

વાહન વ્યવહાર ખોરવાયો પણ પોલીસે…
જ્યાં પડ્યું હતું ત્યાં એક બાજુનો વાહન વ્યવહાર ખોરવાયો હતો અને રોંગ સાઈડ પર વાહનો ડાયવર્ટ કરતા એક્સિડન્ટનો ભય હોવાને કારણે નર્મદા પોલીસ હાઇવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જાતે નર્મદા પોલીસે હાઇવે પર કોઈ બીજી વાહન દુર્ઘટના ના ઘટે તે માટે જાતે મશીન દ્વારા ઝાડ કટિંગ કરી હાઇવે ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી.

ADVERTISEMENT

જૂનાગઢમાં 24 કલાકમાં 16 ઈંચ વરસાદઃ વિસાવદરમાં 14 ઈંચ સાથે મેઘરાજાનું વિકરાળ સ્વરૂપ

વરસતા વરસાદમાં કરી પોલીસે કામગીરી
જોકે વરસતા વરસાદની વચ્ચે ઝાડ કટિંગ મશીન બંધ થતાં કુહાડીથી નર્મદા હાઇવે પેટ્રોલિંગ પોલીસે ઝાડ કટિંગ કર્યું હતું અને હાઇવે પરથી પસાર થતા વાહનો માટે યુદ્ધના ધોરણે રસ્તો ક્લિયર કર્યો હતો. હાઇવે પેટ્રોલિંગ પોલીસ દ્વારા વહેલી તકે રોડ ક્લિયર ના થાત તો રોંગ સાઈડ પર ભારે વરસાદમાં અન્ય વાહનો નો એક્સિડન્ટ થવાનો ભય હતો. જેની ગંભીરતા લઇ નર્મદા હાઇવે પેટ્રોલિંગ પોલીસે જે કામગીરી કરી હતી. જે સરાહનીય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT