નર્મદામાં શ્રાવણીયો જુગાર રમતા ભાજપ નેતા અને શિક્ષક સંઘના સહમંત્રી સહિત 5 લોકો ઝડપાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Crime News: નર્મદા જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 5 VIP લોકો પોલીસના દરોડા ઝડપાઈ ગયા હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં ભાજપના જ નેતા અને શિક્ષક સંઘના સહમંત્રી પણ પોલીસના હાથે પકડાયા છે. સાથે જ 6 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

LCBની ટીમના દરોડા

વિગતો મુજબ, નર્મદા જિલ્લામાં આવેલા તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માંગુ ગામથી કારેલી જતા રસ્તે અંડર ક્રન્સ્ટ્રક્શન મકાનમાં બાતમીના આધારે LCB ટીમે દરોડા પાડ્યા હતા. અહીં જય કુબેર એગ્રો બીજ સેન્ટર નામની દુકાનના બીજા માળ પર કેટલાક ઈસમો બંધ મકાનમાં જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.

ભાજપના નેતા જ જુગાર રમતા પકડાયા

નર્મદા LCBની ટીમને 5 જુગારીઓની સાથે 6.61 લાખનો મુદ્દામાલ અને પત્તા મળી આવ્યા હતા. ઝડપાયેલા જુગારીઓમાં આશિષ દલવાડી અને હેમતભાઈ સોલંકીનું નામ સામે આવ્યું છે. આશિષ દલવાડી માજી કારોબારી ચેરમેન અને માજી ભાજપ મંત્રી હતા અને હાલ ભાજપમાં સક્રિય નેતા છે. તો હેમલ સોલંકી શિક્ષક છે અને જિલ્લા શિક્ષક સંઘમાં સહમંત્રી છે. જ્યારે અન્ય આરોપીઓમાં બિલ્ડર જાવીદ મેમણ, ઈદ્રિશ મોટલાની અને ભરતભાઈ તડવીનું નામ સામે આવી રહ્યું છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા)

    follow whatsapp

    ADVERTISEMENT