“પપ્પા બધાંનું ધ્યાન રાખજો…”: બિઝનેસમેન બનવા કેવડિયાના વેપારીના પુત્રએ ઘર છોડ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટ નજીકના કેવડીયા ખાતે રહેતા 21 વર્ષિય યુવકે બિઝનેસમેન બનવા માટે પોતાના માતા પિતાને જણાવ્યા વગર ઘર છોડી દીધુ છે. પુત્રએ પિતાને મોબાઇલ પર વોટસએપ મેસેજ કરી પોતાની બિઝનેસમેન બનવાની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે મને શોધવાનો પ્રયત્ન ન કરતા ત્યારે માતા પિતાને આ બાબતની જાણ થઈ. જો કે માતાએ આ બાબતે કેવડીયા પોલીસ મથકમાં જાણવા જોગ અરજી કરી છે.

મહિસાગરઃ સુજલામ સુફલામ કેનાલમાં બે યુવકો ડૂબ્યા એક સલામત મળ્યો પણ અન્ય યુવક નહીં

પિતાને કેવો લખ્યો મેસેજ
કેવડીયા કોલોની મેઈન બજારમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવતા પરિવારનો 21 વર્ષીય રોનક પટેલ ધોરણ 12માં નાપાસ થયા બાદ ભરૂચ પોલીટેકનિક કોલેજમાં અભ્યાસ કરતો હતો. 20/01/2022 ના રોજ સવારે 7 કલાકે પોતાના માતા પિતાને કહીને નીકળ્યો કે ભરૂચથી હું મારુ રિઝલ્ટ લઈ પાછો આવું છું. ત્યાર બાદ પિતા અરુણભાઈ પટેલના મોબાઈલમાં બપોરે 1:21 કલાકે પુત્ર રોનકનો મેસેજ આવ્યો કે “સોરી પપ્પા હું મારા પગ પર ઊભો થવા માગુ છું એટલે હું જાઉં છું, મેં બહુ મોટી ભૂલ કરી છે. મારે ઘરે રેહવાનો હક નથી. તમે ચિંતા ન કરતા હું જે પણ કરીશ સારું કરીશ ખોટા રસ્તે નહીં જાઉં. તમે પોતાનું, મમ્મીનું, બાનું અને ઓમનું ધ્યાન રાખજો. હું કામિયાબ થઈને જ પાછો આવીશ, અને મેં 6000 રૂપિયા લીધા છે એના માટે મને માફ કરશો. હું સારું કામ કરીશ ખોટા રસ્તે બિલકુલ નહીં જાઉં, મિસ યુ સો મચ મને શોધવાનો પ્રયત્ન કરતા નહીં પ્લીઝ મને મારા પગ પર ઊભો થવા દેજો મને માફ કરી દેજો. હું 3-4 વર્ષ પછી બિઝનેસમેન બનીને જરૂર પાછો આવીશ.

લોકોના આરોગ્ય સાથે ચેડા,સરકાર તરફથી મળતા અનાજમાં નીકળ્યા પ્લાસ્ટિકના ચોખા? જાણો શું કહ્યું મંત્રીજીએ

માતાએ કેવડિયા પોલીસની માગી મદદ
પુત્ર રોનકનો આ મેસેજ વાંચી માતા પિતા ચિંતામાં મૂકાઈ ગયા હતા, તો આ મેસેજ કર્યા બાદ રોનકે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. આ બાબતે રોનકની માતા શિલ્પાબેને કેવડીયા પોલીસ મથકમાં જમવા જોગ અરજી કરી છે. આ અરજી બાદ કેવડીયા પોલીસ દ્વારા રોનકનો મોબાઈલ લોકેશન ટ્રેક કરી તપાસ હાથ ધરાઇ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT