છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસે રસ્તા રોકો આંદોલન કર્યું તો પોલીસે કરી અટકાયત, પુલના ડાયવર્ઝનથી લોકો પરેશાન
Narmada News: છોટાઉદેપુર જિલ્લાની પ્રજા ભારજ નદી પરના પુલનો સ્લેબ બેસી જતા છેલ્લા એક મહિનાથી ડાયવર્ઝનથી પરેશાન થઈ ગઈ છે. આ ડાયવર્ઝનને લઈને લોકોને 20થી…
ADVERTISEMENT
Narmada News: છોટાઉદેપુર જિલ્લાની પ્રજા ભારજ નદી પરના પુલનો સ્લેબ બેસી જતા છેલ્લા એક મહિનાથી ડાયવર્ઝનથી પરેશાન થઈ ગઈ છે. આ ડાયવર્ઝનને લઈને લોકોને 20થી 25 km ફરીને જવાની ફરજ પડી રહી છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા આ મામલામાં આંદોલન કરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેમની પોલીસે અટકાયત કરી લીધી હતી.
પુલ પર અવરજવર બંધ કરે મહિનો થયો પણ…
નેશનલ હાઇવે 56 મધ્ય પ્રદેશ અને વડોદરાને જોડતો હાઇવે છે. પાવી જેતપુર નજીક ભારજ નદી ઉપર બનેલો પુલ 50 વર્ષ જૂનો છે. આ પુલનો એક સ્લેબ બેસી જતા નેશનલ હાઇવેના અધિકારીઓએ પુલ વાહનોની અવર જવર બંધ કરી દીધો છે. તેમજ નદીમાં ડાયવર્ઝન અપાયા છે, પણ 1 માસથી તેની કામગીરી પુર્ણ થતી નથી. જેને લઈને વાહન ચાલકોને તેમજ લોકોને 20 થી 25 કિલોમીટર ફરીને જવું પડે છે. નેશનલ હાઇવે 56 ના અધિકારીઓની કામગીરી નબળી છે અને પુલ નવો બનાવતા 2 થી 3 વર્ષ લાગશે તેવું જનતા માની રહી છે ત્યારે વિરોધ કરવા ગયેલા કોંગ્રેસના કાર્યકરો પાવી જેતપુરના વનકુટિર પાસે રસ્તા રોકો આંદોલન કરતા તેઓની અટકાયત કરી હતી.
ગુજરાતના આ જિલ્લાઓને હવે મળશે 10 કલાક વીજળી, ખેડૂતો માટે સરકારે જાહેર કર્યા આ બે નિર્ણયો
(નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT
ADVERTISEMENT