PM મોદીની કમલમ ખાતે બેઠક બાદ તાબડતોબ નિર્ણય, આ દિગ્ગજ નેતાને તત્કાલ સસ્પેન્ડ કરાયા
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં મતદાનથી યોજાઈ છે. આવતીકાલે સોમવારે બીજા તબક્કાનું એટલે કે અંતિમ મતદાન છે તે પહેલા જ ભાજપે પોતાના જ નેતા…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં મતદાનથી યોજાઈ છે. આવતીકાલે સોમવારે બીજા તબક્કાનું એટલે કે અંતિમ મતદાન છે તે પહેલા જ ભાજપે પોતાના જ નેતા કાર્યકરો પર આકરા થઈને સસ્પેન્ડ કરી દેવાના નિર્ણયો કર્યા છે. 93 બેઠકો પર સોમવારે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ચુક્યા છે. હવે નેતાઓએ બસ જોવાનું છે અને મતદારોએ પોતાનો નિર્ણય કરવાનો છે કે આગામી પાંચ વર્ષ સુધી ગુજરાતની ધુરા કોણ સંભાળશે. જોકે આ ચૂંટણીમાં જ્યારે પ્રચાર પ્રસારની કામગીરીઓ ચાલુ હતી ત્યારે ભાજપના ધ્યાને આવ્યું છે કે કેટલાક પોતાના જ નેતાઓ અને કાર્યકરો દ્વારા પક્ષને નુકસાન થાય તેવા કામો કર્યા છે. જેમાં પંચમહાલ જિલ્લા પર ભાજપે મોટી કાર્યવાહી કરી છે. ઉપરાંત ગુજરાતના ભાજપના મુખ્ય કાર્યાલય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા સ્થાનીક નેતાઓ સાથે કરાયેલી ઉચ્ચ બેઠક બાદ વડોદરાના પણ એક નેતા સામે સસ્પેન્શનની કાર્યવાહી સામે આવી છે. ભાજપના વડોદરા કોર્પોરેશનના વિજય વનરાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તાત્કાલીક અસરથી છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પૂર્વ જિલ્લા પ્રમુખ જસવંતસિંહ સસ્પેન્ડ
ચૂંટણી પહેલા જ પંચમહાલ ભાજપમાં પૂર્વ જિલ્લા પ્રમુખ સહિત કુલ છ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય ભાજપ દ્વારા લેવામાં આવ્યો છે. મતદાન પુર્વે જ ભાજપે લાલ આંખ તેમને બતાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભાજપના ઉચ્ચ નેતાગીરીએ ચૂંટણીની કામગીરી પુરી થવા સુધીની પણ રાહ જોઈ નથી અને સડસડાટ કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ જિલ્લા પ્રમુખ જસવંતસિંહ સોલંકી સહિત છ જેટલા કાર્યકરોને સસ્પેન્ડ કરી દીધા છે. હાલોલ અને જાંબુઘોડા વિસ્તારના પણ કેટલાક સક્રિય કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT