ભુજઃ નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં લોકોએ મન મુકી સોનું દાન કર્યુ: કરોડોના આભૂષણોની ભગવાનને ભેટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભુજ : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા બદ્રીકાશ્રમ ખાતે નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની દિવ્યતા અને ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઉજવણીનાં તૃતીય દિવસે શ્રીમદ્‌ સત્સંગીજીવન કથામાં વક્તા શાસ્ત્રી કૃષ્ણસ્વરૂપસ્વામીએ નરનારાયણ દેવનો મહિમા વર્ણવ્યો હતો. આ દરમિયાન ધુન અને કિર્તનનાં નવા બે આલ્બમનું વિમોચન કરવાની સાથે સાથે દાતા પરિવાર દ્વારા સુવર્ણના વાઘા પણ નરનારાયણ દેવનાં ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા હતા. સુવર્ણદાન સમયે મોટી સંખ્યામાં એનઆરઆઇ સહિતના હરિભક્તો હાજર રહ્યા હતા. આ પ્રસંગે દાતાઓએ મન મુકીને સોનું દાન કર્યું હતું. કરોડો રૂપિયાના સોનાના આભૂષણો ભગવાનને ભેટ અપાયા હતા.

સોનાના વાઘા લઈ વાજતે ગાજતે આવ્યા
દાતા દ્વારા ભગવાન કૃષ્ણ, રાધાજી અને હરિકૃષ્ણ મહારાજ માટે સુવર્ણ વાઘા અર્પણ કરવામાં આવ્યા તે પૂર્વે વાજતેગાજતે યજમાનો સુવર્ણ વાઘા લઇને કથા મંડપમાં આવ્યા હતા અને તેમણે આ વાઘા નરનારાયણ દેવનાં ચરણોમાં અર્પણ કર્યા હતાં. જેનો સદ્‌ગુરૂ મહંતસ્વામી ધર્મનંદનદાસે સ્વીકાર કર્યો હતો. ત્યારે આચાર્ય મહારાજ કૌશલેન્દ્રપ્રસાદ, ઉપમહંત સ્વામી ભગવદજીવન દાસ, કોઠારી પાર્ષદ જાદવ ભગત હાજર રહ્યા હતા અને સુવર્ણના વાઘા, સુવર્ણના હાર, સુવર્ણની મોજડી સહિતનાં આભૂષણોનો ફુલોથી અભિષેક કર્યો ત્યારે કોઠારી દેવપ્રકાશસ્વામી, શાસ્ત્રી સુકદેવસ્વરૂપસ્વામી, શાસ્ત્રી દેવચરણસ્વામી આદિ સંતો પણ જોડાયા હતા.

યુવરાજસિંહે સરકાર પર કર્યા પ્રહારો કહ્યું, ભાજપનો ખેસ પહેરો એટલે સમન્સ નથી આવતું

NRI ભક્તોએ માણ્યો આવી રીતે પ્રસંગ
આજ રીતે બપોર પછીનાં સત્ર દરમ્યાન પણ યજમાનો દ્વારા સુવર્ણનાં મોળીયા, સુવર્ણની છત્ર સહિતનાં આભૂષણો નરનારાયણ દેવને અર્પણ કરવામાં આવ્યા હતાં. સમગ્ર સુવર્ણદાન પ્રસંગને માણવા માટે મોટી સંખ્યા એનઆરઆઇ સહિતનાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતાં અને દિવ્ય માહોલની અનુભૂતિ કરી હતી. આ ઉત્સવમાં અનેક લોકો નરનારાયણ દેવ પ્રત્યે પોતાનો ભાવ, પ્રેમ ભગવાન પ્રત્યે આ રીતે સુવર્ણદાન અર્પણ કરીને વ્યક્ત કરી રહ્યા છે.

ADVERTISEMENT

આ આલ્બમનું થયું વિમોચન
પ્રારંભમાં ત્રણ આલ્બમ પણ લોન્ચ કરવામાં આવ્યા હતાં. જે આબ્લમ લોન્ચ કરવામાં આવ્યા તેમાં તેમાં એક સ્વામિનારાયણની ધુન અને બીજુ આલ્બમ સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ સંતો રચિત વંદુ શહજાનંદમાં સંપૂર્ણ સ્વર ભુજ મંદિરનાં ગાયક સંતોએ આપ્યો છે. અક્ષરધામનો ગરબો આલ્બમનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. સંચાલન હરિકૃષ્ણ સ્વામીએ કર્યું હતું. ગત રાત્રીના ડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યારે આજે રાત્રે બાળકો દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમ રજુ કર્યો હતો તેને પણ હરિભક્તોએ મન ભરીને માણ્યો હતો.

(ઈનપુટઃ કૌશિક કાંટેચા, કચ્છ)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT