દાહોદમાં સવારે 4.15 વાગ્યે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નગીના મસ્જિદનું દબાણ દૂર કરાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દુલ ગજ્જર/દાહોદ: દાહોદમાં છેલ્લા કેટલાક દિવસથી સ્માર્ટ સિટી અંતર્ગત દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે આજે છેલ્લા કેટલાય દિવસથી વિવાદમાં રહેલી નગીના મસ્જિદને પોલીસની હાજરીમાં તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વહેલી સવારે 4 વાગ્યે દબાણ હટાવવાની કામ શરૂ કરાયું હતું અને મસ્જિદનું દબાણ દૂર કરાયું હતું.

મસ્જિદને લઈને શું વિવાદ હતો?
દાહોદના ભગિની સમાજના સામે વળાંકમાં નગીના મસ્જિદ આવેલી છે. તંત્ર દ્વારા મસ્જિદ દબાણમાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જ્યારે ટ્રસ્ટીઓ મુજબ માત્ર 6 ફૂટનો ભાગ જ દબાણમાં હતો. ત્યારે સ્થાનિકો દ્વારા આ 6 ફૂટનું દબાણ જાતે તોડીને દૂર કરી દેવામાં આવ્યું હતું. ત્યારે નગીના મસ્જિદના દસ્તાવેજ બતાવવા માટે બે દિવસનો સમય તંત્રએ આપ્યો હતો. જે રજૂ કરવામાં ના આવ્યાં તેથી વહેલી સવારે તંત્ર જંગી પોલીસ કાફલો અને જેસીબી મશીન, હિટાચી મશીનો સાથે પહોચી દબાણ હટાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પ્રાંત અધિકારી પણ હાજર રહ્યા હતા.

ADVERTISEMENT

છેલ્લા 9 દિવસથી ગેરકાયેદર દબાણ સામે ડ્રાઈવ
નોંધનીય છે કે છેલ્લા 9 દિવસથી દાહોદ શહેરમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે આ પહેલા ગઈકાલે હિન્દુ વિસ્તારમાં લોકો દ્વારા જાતે જ દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. જે બાદ શેરીઓમાં કાટમાળ જ કાટમાળ દેખાયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT