નગરપાલિકાની પેટા ચૂંટણીના પરિણામમાં 20માં ભાજપ તો 8માં કોંગ્રેસની જીત, જાણો કોણ ક્યાં જીત્યું?
અમદાવાદ: રાજ્યમાં 6 ઓગસ્ટે 18 નગરપાલિકાઓની 29 બેઠકો અને મહાનગરપાલિકાની 1 બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી. જેમાં 29 બેઠકોમાંથી 20માં…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં 6 ઓગસ્ટે 18 નગરપાલિકાઓની 29 બેઠકો અને મહાનગરપાલિકાની 1 બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી. જેમાં 29 બેઠકોમાંથી 20માં ભાજપ તો 8માં કોંગ્રેસની જીત થઈ છે. તો એક બેઠક પર અન્ય ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે સુરત મહાનગરપાલિકાની બેઠક પણ ભાજપના ફાળે આવી છે.
જેમાં અમદાવાદની બારેજા નગરપાલિકાની એક બેઠક પર ભાજપ તો આણંદ નગરપાલિકાની એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. અરવલ્લીની મોડાસા નગરપાલિકાની એક બેઠક કોંગ્રેસને તો બનાસકાંઠાના ડીસા નગરપાલિકા અને પાલનપુર નગરપાલિકાની એક-એક બેઠક કોંગ્રેસને મળી છે. તો ભરૂચના જંબુસર નગરપાલિકાની એક બેઠક પણ કોંગ્રેસના ફાળે ગઈ છે.
તો આમોદ નગરપાલિકાની પાંચમાંથી ચાર બેઠક ભાજપ અને એક બેઠક અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. ભાવનગરના મહુવા નગરપાલિકાની એક બેઠક પર ભાજપ, પાલિતાણાની બે બેઠકમાં ભાજપ અને ત્રણમાં કોંગ્રેસની જીત થઈ છે. ગીર સોમનાથની તલાલા નગરપાલિકામાં ભાજપની એક, કચ્છના મુંદ્રા-બારોઈ નગરપાલિકાની એક બેઠક ભાજપ, ખેડાના ઠાસરા નગરપાલિકાની એક બેઠક ભાજપ તો મહેસાણાના ઊંઝા નગરપાલિકાની એક બેઠક પણ ભાજપને મળી છે. સાથે નર્મદાના રાજપીપળા નગરપાલિકાની એક બેઠક પર ભાજપનો વિજય થયો છે.
ADVERTISEMENT
નગરપાલિકાઓની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઉત્સાહ વર્ધક પરિણામો આપવા બદલ તમામ સુજ્ઞ મતદાતાઓનો હાર્દિક આભાર . યોજાયેલ પેટા ચૂંટણીઓ પૈકી કોંગ્રેસ પાસે માત્ર પાંચ જ બેઠકો હતી જે વધીને નવ બની છે અને એક બેઠક માત્ર બે મતથી જ અને બીજી એક બેઠક માત્ર ચાર મતે જ કોંગ્રેસે ગુમાવી છે . સુરત… pic.twitter.com/18ARvIXc6R
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) August 8, 2023
આવ જ રીતે ગોધરા નગરપાલિકામાં ભાજપ, પાટણના સિદ્ધપુર નગરપાલિકામાં ચાર બેઠકો ભાજપ, પોરબંદર-છાયા નગરપાલિકાની એક બેઠક ભાજપ અને ધ્રાંગધ્રાની એક બેઠકમાં ભાજપની જીત થઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT