નડિયાદમાં રોડ પર લપસીને મૃત્યુ પામેલા યુવકની બહેને જ હત્યા કરી હોવાનું ખૂલ્યું, ડોક્ટરે ખોલી જુઠ્ઠાણાની પોલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/નડિયાદ: નડિયાદના મંજીપુરા ગામમાં ભાઈએ બહેન પાસે બિભત્સ માગણી કરતા ઉશ્કેરાઈ ગયેલી બહેને ભાઈ પર જીવલેણ હુમલો કરતા ભાઈને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યુ હતું. જોકે કોઈને બહેને કરેલી હત્યાની જાણ ન હોય તેણે ઘરના તમામ સભ્યોને પોતાનો ભાઈ ઘરની બહાર રસ્તામાં લપસી જતા માથાના ભાગે લોહી નિકળે છે, અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાના છે તેમ જણાવી પરિજનોને સાથે લઈ કરમસદ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જોકે ફરજ પરના ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જોકે ફરજ પરના ડૉકટરોને શંકા જતા ડોક્ટર દ્વારા નડિયાદ રૂરલ પોલીસને જાણ કરાઇ હતી. અને પોલીસ કરમસદ હોસ્પિટલ પહોંચી મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જે બાદ પોલીસે બહેનની પુછપરછ કરતા તમામ હકીકત સામે આવી હતી.

લોહિલુહાણ મળી આવેલા યુવકને હોસ્પિટલ લઈ જવાયો હતો
મળતી માહિતી અનુસાર, નડિયાદના મંજીપુરા ગામના પ્રજાપતિ ફળિયામાં રહેતા સંગીતાબેન ગોહેલ વિધવા છે. તેઓ ગતરોજ સાંજના સમયે જમવાનું બનાવી રહ્યા હતા. દરમિયાન ઘરના કેટલાક માણસો પણ ઘરે હાજર હતા. તે સમયે સંગીતાબેનનો ભાઈ સુનિલ પરમાર ઘરે આવ્યો હતો. ઘરે પાણી પીને તે બહાર નીકળ્યો, ઘરની બહાર આરસીસી રોડ બનાવેલો હતો. જેમાં પાણી ઢોળાયુ હતું. જેને લઈને તે લપસી ગયો હતો. અને માથાના પાછળના ભાગે લોહી નીકળ્યું હતું. જેથી સંગીતાબેન અને ઘરના સભ્યો દોડીને તેમના ભાઈને કરમસદ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. પરંતુ કરમસદ હોસ્પિટલના ડોક્ટર દ્વારા મૃતકના લાશની ઝીણવટ ભરી તપાસ કરતા મૃતક સુનિલના માથા પર તથા બોચીના ભાગે કોઈ તીક્ષણ હથિયારના ઘાથી ઇજા થઈ હોવાનું જણાયું હતું.

યુવકના શરીર પર ઈજાના નિશાનથી ડોક્ટરને ગઈ શંકા
એટલું જ નહીં તેની ડાબી આંખ ઉપર પણ કંઈક વાગેલાનુ નિશાન હતું. અને કાનમાંથી લોહી નીકળતું હતું. ગળાના ભાગ પર પણ લોહી ચોટેલું હતું અને છાતીના ભાગ ઉપર સૌર પડેલાના નિશાન હતા. એટલું જ નહીં બરડામાં ડાબા તથા જમણા પડખે બોથડ પદાર્થ મારેલા ના સૌર પડેલાના પણ નિશાન હતા. આ તમામ વસ્તુઓ પ્રથમ દૃષ્ટિએ પડી જવાથી નહીં પરંતુ કોઈએ તેને તીક્ષણ હથિયારથી માથામાં તેમજ માથાની પાછળ બોચીના ભાગે મારી ગંભીર જીવલણ ઇજાઓ પહોંચાડી તેમજ કોઈ બોથડ હથિયાર જેવા કે લાકડા દંડાથી માર મારીને સૌર પાડી ઈજાઓ કરી છે. અને જેને લઈને તેનું મૃત્યુ થયું છે. અને મરનારની લાશનું ચોક્કસ મોતનું કારણ જાણવા માટે પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું અને પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં પ્રાથમિક કોઝ ઓફ ડેટનું સર્ટિફિકેટમાં હથિયારથી તેમજ બોથળ હથિયારથી માથામાં તેમજ શરીરને માર મારી ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડતા સારવારમાં લઈ જતા જ મોત નીપજ્યુ હોવાની હકીકત સામે આવી હતી. જેને લઈને નડિયાદ રૂરલ પોલીસે મૃતકના ઘરે તથા આસપાસ તપાસ હાથ ધરી હતી.

ADVERTISEMENT

પાડોશીએ ખોલી નાખ્યો બહેનનો ભેદ
સંગીતા બહેનના ઘર પાસે પાડોશીઓની પોલીસે પુછપરછ કરી જેમાં પોલીસને જાણવા મળ્યું કે, સાંજના સમયે ઘરે સંગીતાબેન અને તેના ભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. આ વાત પોલીસને સંગીતાબેને કરી નહોતી. જેને લઇને પોલીસે સંગીતાબેનની પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછમાં સંગીતાબેન ભાગી જતા તેમણે તમામ હકીકત પોલીસને જણાવી.

ધારિયું મારું મારીને ભાઈની હત્યા કરી નાખી
જેમાં સંગીતા બહેને જણાવ્યું કે, તેઓ તેમના ઘરે રોટલા બનાવતા હતા. અને તેનો ભાઈ દારૂ પીને ઘરે આવ્યો હતો. ઘરે કઈ ન હોય તેનું પેન્ટ ઉતારી મારો હાથ પકડી મને ઘરમાં લઈ જઈ મારી પાસે બિભસ્ત માંગણી કરતો હતો. જેથી ગુસ્સામાં અને આવેશમાં આવી જતા, નજીકમાં ધારિયું પડેલું હતું. જેથી તેને બરડામાં મારવા જતા તે નીચો નમી જતા તેને બોચીના ભાગે વાગી ગયું હતું. અને તે નીચે પડ્યો પડ્યો બબડતો હતો. જેને લઈને બીજી વખત મેં તેને માથાના ઉપરના ભાગે ધારિયું મારી દીધું. તેમ છતાંય તે મને અપશબ્દો બોલતો હતો. જેને લઈને નજીકમાં પડેલા ડંડાથી માર માર્યો હતો. જોકે ત્યારબાદ તેને ખૂબ લોહી નીકળતા ધાર્યું સંતાડી દીધું અને ત્યારબાદ તેને દવાખાને લઈ જવાનો વિચાર આવ્યો. જે બાદ તેણે તેના ભત્રીજા વિજય સોલંકીને ગામમાં રિક્ષા લેવા મોકલ્યો અને રીક્ષામાં તેમને દવાખાને લઈ ગયા. રસ્તામા સંગીતા બહેને પોતાના ભાઈના પરિવારજનોને તથા પોતાના પરિવારજનોને રસ્તામાં પડી જવાથી તે ઈજાગ્રસ્ત થયો હોવાનું જણાવ્યું હતું. જો કે હોસ્પિટલમાં ડોક્ટરોને શંકા જતા આ હત્યાની ઘટના સામે આવી. હાલ તો આ ઘટનામાં નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ બહેને ભાઈની હત્યા કરતા હાલ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT