હાર્ટ એટેકની ઘટનાઓ વચ્ચે નડિયાદમાં પકડાઈ કલર મિશ્રિત મરચા પાવડરની ફેક્ટરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.નડિયાદઃ ખેડા જિલ્લાનું નડિયાદ સાક્ષર નગરી તરીકે ઓળખાય છે. પરંતુ કેટલાક લોકોના લીધે નડિયાદ સાક્ષર નગરીની ઓળખની જગ્યાએ હવે અખાદ્ય વસ્તુઓની ફેક્ટરી બનાવવાનું હબ બનતું જઈ રહ્યું છે. થોડા સમય પહેલા જ નડિયાદમાંથી ડુપ્લીકેટ હળદર પકડાવાની ઘટના સામે આવી હતી અને હવે મરચામાં કલરનું ભેળસેળ કરીને વેચવાનું કૌભાંડ બહાર આવ્યું છે અને આનો પર્દાફાશ ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડા પાડીને કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ખાદ્ય પદાર્થોમાં સતત થતી ભેળસેળ ઉપરાંત ડુપ્લીકેશન વચ્ચે હાલમાં હાર્ટ એટેકના પણ અહેવાલો વધારે સામે આવવા લાગ્યા છે. તેવા સંજોગોમાં આ કાર્યવાહી મોટી કાર્યવાહી માની શકાય છે.

ટેસ્ટિંગ કિટથી તપાસ કરતા મચરામાં પકડાયો કલર
ગાંધીનગર ફૂડ વિભાગની ટીમને બાતમી મળી હતી કે નડિયાદના પીપલગ પાસે હાઈવે પર આવેલા એક ગોડાઉનમાં મરચામાં ભેળસેળ કરીને વેચવામાં આવી રહ્યું છે. જેને લઈને ગાંધીનગરની ફૂડ ફ્લાઇંગ સ્ક્વોડ તથા નડિયાદ ફૂડ ટીમે સંયુક્ત રીતે ખેડા જિલ્લાના પીપલગ ખાતે આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડી મરચાં પાવડરનો શંકાસ્પદ જથ્થો પકડી પાડ્યો છે. દરોડો પાડીને આ ટીમોએ સ્થળ પર જ ટેસ્ટીંગ કિટથી ચકાસણી કરતા મરચામાં કલરનું ભેળસેળ હોવાનું બહાર આવ્યું છે. ફૂડ ટીમે રૂ. ૪.૧૭ લાખની કિંમતનો ૨,૩૪૯ કિલો મરચુ પાવડરનો જથ્થો જપ્ત કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત મરચુ પાઉડરના ત્રણ અલગ અલગ પેકેટમાંથી નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી કોશિયાએ જણાવ્યું છે.

ADVERTISEMENT

Nippon India Growth Fund: મ્યુચ્યુઅલ ફંડ હોય તો આવું, 10 હજાર રોક્યા તે આજે 13 કરોડ થયા

શું કહે છે ડો. એચ જી કોશિયા?
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, તાજેતરમાં ગાંધીનગરની ફૂડ ફ્લાઇંગ સ્ક્વોડ તથા નડિયાદની સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સંયુક્ત રીતે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકા ખાતે આવેલા પીપલગ સ્થિત એક ગોડાઉનમાં દરોડો પાડી મરચાં પાવડરનો શંકાસ્પદ જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. શાંતિલાલ બંસીલાલ સમદાનીના આ ગોડાઉન ગાયત્રી ઓઈલ મિલ કમ્પાઉન્ડ ખાતેથી પ્રાથમિક તપાસમાં સ્થળ ઉપર શંકાસ્પદ મરચાં પાવડરનું ઉત્પાદન થતુ જોવા મળી આવ્યું હતું. આ વેપારી મે. મહેશ મસાલા ગૃહ ઉદ્યોગ નામે નડિયાદનાં ડભાણ ખાતે FSSAI લાઈસન્સથી મસાલાનો વેપાર કરતા હોવાનું ધ્યાને આવ્યું છે. આ વેપારી ખાનગી અનઅધિકૃત ગોડાઉન ભાડે રાખીને મરચામાં કલરની ભેળસેળ કરતા હોવાની તંત્રને મળેલી માહિતીને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા સ્થળ ઉપર મેજિક બોક્ષ (ટેસ્ટીંગ કીટ)થી સ્થળ ચકાસણી કરતા મરચામાં કલરનું ભેળસેળ હોવાનું બહાર આવ્યુ હતું. તે ઉપરાંત સ્થળ પરથી મરચુ પાઉડરના ત્રણ અલગ અલગ પેકેટમાંથી નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે જ્યારે રૂ. ૪.૧૭ લાખની કિંમતનો આશરે ૨,૩૪૯ કિલોગ્રામ મરચુ પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. આ સંદર્ભે હાલ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

ADVERTISEMENT

સ્થાનિક તંત્ર પર ઉઠ્યા સવાલ
મહત્વની બાબતે છે કે, ગાંધીનગર ફૂડ વિભાગની ટીમને બાતમી મળી હતી, ત્યારે ખેડા જિલ્લાની નડિયાદ ખાતે આવેલા ફૂડ વિભાગની ટીમને સાથે રાખીને સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો. ત્યારે અહી સવાલ એ થાય છે કે સ્થાનિક ફૂડ વિભાગની ટીમ અત્યાર સુધી શું કરતી હતી? શું સ્થાનિક ફૂડ વિભાગની ટીમ રેગ્યુલર આવી ફેક્ટરીઓમાં ચકાસણી નથી કરી રહી ? અને કરી રહી છે તો ગાંધીનગરમાં બાતમી મળે છે ત્યારબાદ જ રેડ કરવામાં આવે છે. એટલું જ નહીં આવી ફેક્ટરીઓ ચલાવતા માલિકોને દંડ કરીને છોડી મૂકવામાં આવે છે. જેને લઈને આવા તત્વો કાયદાથી પણ ડરતા નથી અને લોકોના સ્વાસ્થ્ય સાથે બિન્દાસ ચેડા કરી રહ્યા છે. એક બાદ એક નડિયાદમાં જે પ્રમાણે અખાદ્ય મસાલા એટલે કે પહેલા હળદર, ધાણાજીરૂ અને હવે મરચું પાવડર પણ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. જેમાં જેવી રીતે પહેલા પોલીસની રેડ બાદ ફુડવિભાગને ખબર પડી કે મિલ રોડ પર આવેલી ફેક્ટરીમાં નકલી હળદર બનાવવામાં આવી રહી છે. એવી જ રીતે ગાંધીનગર ફુડ વિભાગની ટીમને બાતમી મળી ત્યારબાદ જ નડિયાદ ફૂડ વિભાગની ટીમ એકા એક જાગી. જો સ્થાનિક ફૂડ વિભાગના અધિકારીઓ યોગ્ય રીતે પોતાની કામગીરી કરતા હોત તો આ જ રેડ નડિયાદ ફૂડવિભાગે ઘણા સમય પહેલા જ કરી દીધી હોત. તેવું જાગૃત જનો જણાવી રહ્યા છે.

ADVERTISEMENT

આ ઘટનામાં બીજી એક વાત એ પણ સામે આવી કે, ગાંધીનગરની ફૂડ વિભાગની ટીમ દ્વારા સીલ મારવામાં આવ્યુ હતુ. પરંતુ આજે આ ફેક્ટરીનું સીલ તુટેલું જોવા મળ્યું છે. જેને લઈને અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT