Kheda News: નડિયાદમાં ખેડૂતોના હકનું સબસિડીવાળું ખાતર રીપેકિંગ કરીના ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ઝડપાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • રાહતદરે આપવામાં આવતા યુરિયા ખાતરનો ગેરકાયદે વેપલાનો પર્દાફાશ.
  • સલુણ ખાતરની મંડળીમાંથી આ ખાતર ખેડૂતોના હક્કનું બરોબાર અન્ય લેબર મારી વેચાતું હતું.
  • પોલીસે સલુણ ગામે યુરિયા ખાતરની મંડળી ચલાવનાર સહિત 3 સામે ફરિયાદ નોંધી.

Kheda News: ખેડામાં વધુ એક કૌભાંડ પકડાયું છે. ખેડૂતાના હકની સબસિડી યુક્ત ખાતરને રિપેકિંગ કરીને બમણા ભાવમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે સલુણ ગામમાં યુરિયા ખાતર મંડળી ચલાવનાર સહિત 3 શખ્સો સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોડાઉનમાં ખાતરનું ફરીથી પેકિંગ કરાતું

ખેડા જિલ્લાના નડિયાદમાં વલેટા ચોકડી પાસેના એક ગોડાઉનમાં ખેડૂતોને આપવા માટેનું રાહતદરના સબસિડી યુક્ત યુરિયા ખાતરનો વેપલો થતો હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. જે બાદ તપાસ કરતા ગોડાઉનમાંથી યુરીયા ખાતરની કોથળીઓ અને યુરીયા ખાતરનો પાવડર ભરેલી પ્લાસ્ટિકની કોથળીઓ તથા અન્ય કોથળીઓ મળી આવી હતી. સબસિડીના ખાતર પર અન્ય લેબલ મારીને પેક કરી દેવામાં આવતું અને બાદમાં તેને બમણા ભાવે વેચી દેવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું હતું.

પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી

જેમાં સલમાન મન્સુરી નામના યુવક પાસે જવાબ માગતા તે ગોળ ગોળ વાતો કરી રહ્યો હતો. જે બાદ પોલીસે તેની અટકાયત કરી હતી અને પૂછપરછ હાથ ધરી હતી. આ મામલે પોલીસે સલુણ ગામે યુરિયા ખાતરની મંડળી ચલાવનાર સહિત 3 સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાતરના સેમ્પલો એકત્રિત કરી પૃથુકરણ માટે મોકલાતા નીમ કોટેડ યુરીયા સબસીડી યુક્ત ખાતર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જાતે ફરિયાદી બની આણંદના સલમાન સલીમ મન્સૂરી, સલુણના વિપુલ ચૌહાણ અને હર્ષિલ પટેલ એમ 3 ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

(ઈનપુટ: હેતાલી શાહ, ખેડા)

    follow whatsapp

    ADVERTISEMENT