ફેન્સીંગ ક્રોસ કરી ગુજરાતમાં આવતો હતો આ પાકિસ્તાની’ને સામે જ BSF

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધાનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠાની નડાબેટનો વિસ્તાર પાકિસ્તાનની સરહદી વિસ્તારોની નજીકનો વિસ્તાર છે.જેથી અહીંના અફાટ રણ ને ભેદીને પણ અનેક વાર પાકિસ્તાનથી ઘૂસણખોરો, ભારતમાં આવતા પકડાય છે. ત્યારે એક પાકિસ્તાની નાગરિકને બીએસએફ ટીમે નડાબેટ નજીકથી ઝડપ્યો છે. ગુજરાતની દરિયાઈ સરહદ પરથી એક તરફ 10 જેટલા પાકિસ્તાનનીઓ 300 કરોડના ડ્રગ્સ અને હથિયારો સાથે ઝડપાયા હતા તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ આવો જ એક ઘૂસણખોરીનો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં પાકિસ્તાન બોર્ડર પરથી ભારતમાં ઘૂસણખોરી કરવા પ્રયત્ન કરતા એક શખ્સને બીએસએફ ટીમે ઝડપી પાડયો છે અને તેની વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો…
નડિયાદઃ BSF જવાનની હત્યા કેસમાં બીજી FIR દાખલ
મહિસાગરઃ ભાજપના કેવા ‘બહાદુર’ નેતા, દિવ્યાંગ યુવાનની કરી ધોલાઈ- Video
હાલોલઃ તાલુકા પંચાયતની કચેરીમાંથી કોઈ મહત્વના દસ્તાવેજો ચોરી ગયું

બોર્ડરની ફેન્સીંગમાંથી પસાર થવાના પ્રયત્નમાં પકડાયો
આ ઘટનામાં જ્યારે બીએસએફ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બનાસકાંઠા જિલ્લાની ભારત પાકિસ્તાન બોર્ડર પર એક સેકન્ડમાં ફેન્સીંગ હતી તેમાંથી પસાર થવાનો પ્રયત્ન કરતો બીએસએફ જવાનોની નજરે ચડ્યો હતો. જે સાથે જ બીએસએફ જવાનો હોય તેને કોર્ડન કરી પકડી પાડ્યો હતો. જવાનોએ તેની કડકાઈ પૂછપરછ કરતા તેણે મગન બોરા નામ હોવાનું જણાવ્યું હતું. આ યુવક પાકિસ્તાનના નગરપારકરના પુનવા ગામનો રહેવાસી હોવાનું હાલ તો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જોકે આ પ્રકારની ઘુસણખોરી કાયદા મુજબ ગુનાહિત કૃત્ય હોઇ,બીએસએફ હાથે ઝડપાયેલા ઈસમને,કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને બીએસએફ દ્વારા હાલ તો તેને ડિટેઈન કરવામાં આવ્યો છે. જોકે,સ્થાનિક પોલીસ બાદ અન્ય એજન્સીઓ પણ તેની પૂછપરછ કરી શકે છે. કેમકે આ ઈસમનું કાયદો તોડી અને પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસણખોરી કરવાનું શું પ્રયોજન હતું તે બાબત પણ તપાસનો મુખ્ય વિષય છે. જેથી આ અનઅધિકૃત ઘૂસણખોરી મામલાની તપાસ સ્ટેટ તેમજ સેન્ટર એજન્સીઓ પણ તપાસ કરી શકે છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT